________________
૧૩૦
આત્મ-ઉત્થાનનો પાયો અનાસકત બનવાનું કહે છે. આપણે ત્યાં પણ અનાસતિ વેગ કહ્યો છે. શ્રી જયવીયરાય સૂત્રની ત્રીજી ગાથામાં કહ્યું છે કે
વારિક્તાર્ સ વિ નિયાળવષi વીરા ! તુ સમg...” (હે વીતરાગ ! તારા સિદ્ધાન્તમાં નિયાણુનું બંધન નિષેધ કરાએલું છે.)
મતલબ કે આપણે ત્યાં પણ પુણ્યના ફળની આકાંક્ષાને નિષેધ છે. શુભ કાર્ય પણ અનાસક્તપણે કરવાનું કહ્યું છે.
આસકિત એટલે રાગ. તે ધર્મમાં રાખવાને, શ્રી જિનાજ્ઞાના પાલનમાં રાખવાને, પણ તત્સંબંધી ફળાદિમાં નહિ રાખવાને.
ધર્મ–મહાસત્તાની ઈચ્છા એ જ આપણું ઈરછા અર્થાત આપણે એ જ ઈચ્છવાનું કે જે શ્રી તીર્થંકરદેવની આજ્ઞાને સર્વથા અનુરૂપ હોય. આત્મહિતમાં સર્વીશે સહાયક હોય. સર્વનયયુક્ત જૈન દર્શન
બધા દર્શનેને સત્ય અંશ, શ્રી જૈન દર્શનના અંગભૂત હોઈને, એ સત્યાંશ જિનમત-માન્ય ઠર્યો છે. અન્ય મતમાંથી એકાંત અંશ કાઢીને એની ઉપાસના કરવામાં આવે તે એ ઉપાસના એ જિનમતની જ ઉપાસના થઈ શકે અને તે પણ ઉપાસકને ઉત્ક્રાતિ તરફ લઈ જાય છે. સ્યાદ્દવાદ દષ્ટિ આવી એટલે બધા ને મળીને જિનમત બની જાય છે.
એકેક નય ઉપર રચાએલ જુદા જુદા દર્શનેમાં સત્યના અંશે રહેલા છે. પણ તે એકાંતદષ્ટિને કારણે દૂષિત બની જાય છે. એકાંતદષ્ટિ ગઈ અને અનેકાંતદષ્ટિ આવી એટલે બધું ઉપયોગી થઈ જાય છે.
શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું. આરાધના કરવી કે ધર્મ-મહાસત્તાનું ત્રિવિધે શરણું ગ્રહણ કરવું. એ જીવને બંધનમાં નાંખનારી ક્રિયા નથી પરંતુ જીવે, શ્રી જિનાજ્ઞાની વિરાધના કરીને અથવા તે ધમ–મહાસત્તાથી પરાલ્સમુખ બનીને બંધનના જે જાળાં પોતાની અંદર ઊભાં કર્યા છે, તેનાથી જીવને મુક્ત કરવાની ઉત્તમ ક્રિયા છે. જીવમુક્તિ એટલે અદિયપદની પ્રાપ્તિ. આ અક્રિયપદની પ્રાપ્તિ કરાવનારી ધર્મક્રિયાને પણ તાવિક રીતે અક્રિયા કહેવાય છે.
જે રીતે મેક્ષના લક્ષપૂર્વક સંગ્રહ કરવાની ક્રિયા છેડવી એને “અપરિગ્રહ વ્રત કહે છે. અબ્રહ્મની ક્રિયા છોડવી એને “શીલવત’ કહે છે, ખાવાની ક્રિયા છોડવી એને “તપ” કહે છે, તેમ સર્વ પ્રકારના પાપ વ્યાપારથી છૂટવા માટે કરાતી ક્રિયા તે “ધર્મદિયા” કહેવાય છે. પણ “ધર્મક્રિયાથી કર્મબંધ થાય છે, માટે ધર્મક્રિયા પશુ છોડવી જોઈએ. એમ બોલવું તે પોતે સેવેલા અધર્મનું જ સમર્થન છે. આમ બોલનાર ધર્મક્રિયાના સાચા સ્વરૂપને જાણ નથી.