________________
પરિણામનું મૂલ્ય
६७१ આજનું વિજ્ઞાન રાજકીય, આર્થિક અને સામાજિક બંધનથી જકડાએલું છે. વિજ્ઞાન રાજસત્તાથી, રાજસત્તા વ્યાપારી હિતેથી, વ્યાપારી-હિતે અર્થ–સંગ્રહથી, અર્થસંગ્રહ સ્વાર્થવૃત્તિથી અને સ્વાર્થવૃત્તિ વાસનાવૃત્તિથી દબાએલી છે. ત્યાં સુધી વિજ્ઞાન માનવતાને ઊંચે ક્યાંથી લાવી શકે?
માનવતાને ઊંચે લાવવા માટે સ્થૂલને છોડીને સૂમમાં જવું પડશે. બાઘને છોડીને આંતરમાં પ્રવેશ કરે પડશે
સુધારેલી પશુ-આવૃત્તિ જે માનવ, માનવતાને ચાહક, વાહક કે પ્રસારક નહિ બની શકે માનવતા મહેરે છે-વાસનાને વશ કરવાથી, સ્વાર્થને સંકેચવાથી, પરમાર્થને વિકસાવવાથી, આત્માને ઓળખવાથી અને જડની ચાકરી છોડવાથી ! માણસ જે માણસાઈને દીવ બને, તે એનામાં પિષાતી પશુતાને વિકાય લેવી જ પડે.
પરિણમનું મૂલ્ય કેટલાક લોકો જાડી દષ્ટિના હોય છે. તેઓ ધાંધલ ધમાલને કાર્ય માની લે છે. જેમાં દેડધામ, ગરબડ, હીલચાલ, ધમપછાડા ન હોય તેવી પ્રવૃત્તિમાં તેઓ કાર્ય જોઈ શકતા નથી.
કારખાનાના યંત્રો ઘરઘરાટી બોલાવે, મજૂરો આડા અવળા થયા કરે, જાણે કે કામ થઈ રહ્યું છે. ઓફિસના કાગળિયા ફડફડાટ થતા હેય, કારકુને અરસપરસ અથડાયા કરતાં હોય, ત્યારે એ લોકે માને કે કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આ જાતના કાર્યોમાંથી શું નિષ્પન્ન થયું ? તે તપાસવા જેટલી ઝીણી દષ્ટિ તેમનામાં હોતી નથી. આવા કેને કાર્યમાં કૌશલ્ય, સફાઈ, વેગ, અગમબુદ્ધિ વિગેરેની મૂલવણ આવડતી નથી.
શું હાથ-પગ ચાલ્યા કરે તે જ કામ? ચિંતન, શોધન અને આદર્શ દર્શન એ કેઈ કાર્ય નહિ?
દયશૂન્ય, પરિણામશૂન્ય, આંધળી ધાંધલ-ધમાલની કિમત તે, “પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ,” જેવી ગણાય! દેખાવ, પડછાયા કે ફુગાવામાં રાચનારી બાળક બુદ્ધિ જ તેમાં ભેળવાય છે.
સૂર્ય શું કામ કરે છે? આત્મા પણ શું કરે છે? બંને સાક્ષીની જેમ હાજરી આપવા સિવાય કશું કરતા જણાતા નથી. પણ તેઓના કાર્યની કેણ બરાબરી કરી શકે? તેઓની હાજરી માત્રથી જ જગત દેખતું અને ચેતનવંતુ છે. તેઓ ભલે કશું ન કરે, પણ તેમને લીધે જ આખું જગત ક્રિયાશીલ રહી શકે છે. તેજસ્વિતા અને એજસ, શક્તિ અને આકર્ષણ પિતાનામાં ધારણ કરનાર–સૂર્ય અને આત્મા બધા કાર્યોના પ્રણેતા છે.