________________
આત્મ-ઉત્થાનનેા પાયે
પવન વાય તે માજુ પીઠ કરીને ચાલવાનુ લેાકેાને ઠીક પડે છે. પ્રજાતંત્રના આ જમાનામાં, સ્વતન્ત્રતાના આ યુગમાં, સમાજવાદના ભણકારા સાઁભળાયા કરે છે તે કાળમાં, સમાનતાના ગીત ગાવાની તેમને ફાઇ‘ના’ પાડી શકતું નથી. સમાનતાના ‘નારા’ લગાડવાનું શીખી લઈને અનેક પ્રકારની મૂર્ખાઈએ થાય છે, તેના ખ્યાલ સુદ્ધાં પણ એ લેાકેાને આવતા નથી. આ નારાએ સાંભળીને લેાકેા બિચારા સમાનતાના કલ્પિત સ્વગ માં વિહરે છે અને તેની ઈન્દ્રજાળમાં ફસાઈ પડે છે. લેાકેા સમાનતાના નામે પેાતાનામાં હેલી વિશેષતાઓને વિકસાવતા નથી અને ખીજાએમાં રહેલી વિશેષતાઓના આદર શ્વેતા નથી.
હિંદુ અને મુસલમાનો સમાન છે! સત્તાધીશેા પણ આપણા જેવા માણસો જ છે ! આપણે બધા એક જ પિતાના સંતાના છીએ ! આવું-આવુ... કયાંકથી શીખી લાવીને લાકે ભ્રમિતપણાના ચશ્મામાંથી આખા જગતને જુએ છે. ધીમે ધીમે તેમાંથી દેખાદેખી જન્મે છે. બુદ્ધિહીન, બુદ્ધિમાન જેવુ કરવા લલચાય છે. અશક્ત, સશતની ચાલે ચલવા જાય છે. ૨', ધનવાનની પેઠે રહેવા ાય છે. ઉલટ પક્ષે બુદ્ધિમાન, બુદ્ધિહીન જેવાં કાર્યો કરવા તૈયાર થાય છે. સશક્ત અશકતની જેમ વર્તવા જાય છે. ધનવાન, નિનનુ અનુકરણ કરે છે. અને તેખાદેખીથી વન કરવામાં ફાવટ જણાતી નથી, ત્યારે પરસ્પર અદેખાઈ કરવા લાગે છે. અભિમાન ઘવાતાં મિથ્યાભિમાનના ઊંચા આસને ચઢવા જાય છે. છેવટે પટકાય છે અને વ્યવહારમાં અસમાનતાનું સામ્રાજ્ય જોઇ અકળાય છે, અ`તે તિરસ્કાર, ક્રોધ, કટુતા વિગેરે તેમના જીવનના સહચર બને છે.
ઢાલ પીટીને કહેવાનુ મન થઈ જાય છે કે ભાઈ! શા માટે સમાનતાના ચાળે ચઢ્યા છે ? વિષમતા તા કુદરતી છે. નાના માટા વ્યવહારોમાં અને કુદરતની સ્વાભાવિક દુનિયામાં રહેવુ' હોય તા વિષમતાના સ્વીકાર કરતા થઈ જાઓ. જ્યાં-જ્યાં વિશેષતા રુખા, વધુ શક્તિ અને સદ્ગુણા દેખા, ત્યાં-ત્યાં તેના આદર કરતાં શીખેા; નમ્ર બની તેમનું અનુકરણ કરી. જ્યાં-જ્યાં ઉણપ દેખા, ઓછી શક્તિ દેખા, દુર્ગુણ્ણા અને દોષ દેખા, ત્યાં-ત્યાં તેના તરફ સહાનુભૂતિ ભરી નજર રાખેા.
૮ઃ
વયમાં જેમ નાના—મોટા માણસા હાય છે, તેમ ગુણથી પણ નાના મેાટા હોય છે, બધાને વિકાસના પગથિયાં ચઢવાનાં છે. કાઇ ચઢી ગયા છે, તે કાષ્ઠને હજી ચઢવાનુ છે.
વિશ્વમાં જણાતી ભિન્નતા-અસમાનતા, પ્રાકૃતિક છે. જ્યારે સમાનતા સાંસ્કૃતિક છે. પ્રાકૃતિક ભિન્નતા હોવા છતાં સને એકત્વ અપાવનાર કોઇ બળવાન તત્ત્વ બધામાં રહેલું છે. સસ્કારિતાના રાહે આગળ વધી તે તત્ત્વને શેાધી કાઢવાનુ છે.
ઉચ્ચ કેાટિએ પહેોંચાય છે, તે પછી જ સમાનતા કે એકતા અનુભવી શકાય છે. વિષમ–જગત્તમાં સમાનતા અનુભવવી હોય, તે તે દેખાદેખી કે ાિંવૃત્તિમાં નહિ મળે. પણ પ્રેમમાં મળશે.