________________
આત્મ-ઉત્થાનને પાયો
યથાપિંડે તથા બ્રહ્માંડે.
પિતાના પિંડમાં જેમ પોતાના અશુદ્ધ પણ જીવની આટલી સારી અસર પહોંચે છે, તે સમગ્ર બ્રહ્માંડમાં કે-જ્યાં અને શુદ્ધ આત્માઓ, સિત આત્માઓ વિદ્યમાન છે, ત્યાં તેમની અસર કેમ ન પડે?
જગત તદ્દન અધ:પતનના માર્ગે નથી ઘસડાઈ જતું. તેનું કારણ શુદ્ધ-જીની જગતમાં સદાકાળ જે હાજરી રહેલી છે તે છે.
સમગ્ર લેકનું સંપૂર્ણ અધ:પતન કયારેય થયું નથી. થતું નથી કે થવાનું નથી! કારણ કે લોકના અગ્ર ભાગે અનંત શુદ્ધ (સિદ્ધ) આત્માએ સર્વકાળે બિરાજમાન હોય છે.
બીજી મહત્વની બાબત એ છે કે આ અનંતા સિદ્ધ આત્માઓ લેકની બહાર નથી. પરંતુ લેકના અગ્ર ભાગે છે. તેના કારણે લેકમાં આંશિક પણ શુભ પ્રવૃત્તિ તેમજ આત્મશુદ્ધિની પ્રક્રિયા કઈ પણ કાળે સર્વથા લુપ્ત થતી નથી એટલે આખું જગત આ પરમ વિશુદ્ધ આત્માઓનું ઋણ સ્વીકારે છે.
શરીર એક સાઈકલ
પૂર્વ–કર્મોના ફળ સ્વરૂપ જે શરીર મનુષ્યને મળે છે, તેને બે પિડાંની એક સાઈકલ સાથે પણ સરખાવી શકાય.
સાઈકલ પાસેથી જેમ કામ લઈએ છીએ અને તેને સંભાળીને રાખીએ છીએ, તેમ શરીર પાસેથી પણ કામ લેવાનું છે અને તેને ગ્ય સંભાળ રાખવાની છે.
સાઈકલને ચલાવતી વખતે તેનું બેલેન્સ બરાબર રાખવું પડે છે. જે તેમ કરવામાં ન આવે તે તે સુખને બદલે, દુઃખનું કારણ થઈ પડે છે.
તે રીતે શરીર પાસેથી કામ લેવાને માટે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે-આ શરીર એ જીવ નથી, પણ જીવનું સાધન માત્ર છે.
શરીર માટે સાઈકલ છે, પણ સાઈકલ માટે શરીર નથી. તેમ છવ માટે શરીર છે, પણ શરીર માટે જીવ નથી.
સાઈકલને ગમે તેટલી સંભાળીને રાખે તે પણ એક દિવસ જૂની થઈ જવાની અને તેના વિવિધ ભાગો ઢીલા પડી જવાના. અને છેવટે તે નકામી બની જવાની.