________________
૭૪૧
પૂર્વાચાર્યોનાં વચનામૃત
અહીં પણ સમ્યગ્દર્શનની સાથે મિથ્યાદિને સંબંધ બતાવ્યું છે.
વિમલને જાતિસ્મરણ જ્ઞાન થાય છે ત્યારે તેના મનના પરિણામ કેવા થાય છે તેનું વર્ણન 'विमलस्य जातिस्मरणम्'
रभितं दर्शनेनान्तः, सदनुष्ठानमादृतम् । सद्भावैर्भावितश्चात्मा, मैत्रीपात्रीकृता मतिः ॥१३५॥ अङ्गाङ्गिभावं नीतच, प्रमोदो गुणशालिषु । क्लिश्यमानेषु कारुण्यं, दुष्टे चोपेक्षणं धृतम् ।।१३६॥ औदासीन्य स्थिरीभूतं, शमः परिणतस्तराम् । संवेगः संस्तुतः स्फीतो, भवनिर्वेदचारिमा ॥१३७॥
–વૈરાગ્નદાતા ત. ૬, પૃ. ૨૨૦ ' સમ્યગ્દર્શન વડે કરીને અંતઃકરણ રંજીત બને છે. સદનુષ્ઠાનમાં આદર ઉત્પન્ન થાય છે. આત્મા. સદ્દભાવથી ભાવિત બને છે. બુદ્ધિ, મૈત્રીને પાત્ર બને છે. ગુણી વ્યક્તિઓ ઉપર પ્રમોદ, દાખી ઉપરની કરુણ અને દુષ્ટ વ્યક્તિ ઉપરની ઉપેક્ષા–એ આત્મામાં એકમેક બને છે. ઉદાસીનતા સ્થિર બને છે. સમતા અત્યંત પરિણત થાય છે. સંવેગ પરિચિત બને છે અને ભવનિર્વેદ સ્પષ્ટ બને છે.
અહીં પણ શ્રદ્ધા, મેધા, પ્રતિ આદિની જેમ ચિત્તને પ્રસાદ કરનાર મૈત્રી આદિ પ્રિયાગનું વર્ણન છે.
સંતોષ વૃત્તિ વની, શ્રદ્ધા વિકસરત | सुखासिकाऽऽहदकरी, हिता विविदिषा सदा ॥४६४॥ विज्ञप्तिः पाटवाधात्री, मेधा सद्बोधकारिणी । नैश्चिन्त्यकृदनुप्रेक्षा, मंत्री चित्तानुवर्तिनी ॥४६५॥ करुणा वत्सलाऽऽकालं, मुदितान्तःप्रसादकृत् । उपेक्षोद्वेगहन्त्री चेत्येष तेषां प्रियांगणः ॥४६६।।
–વૈરાગ્યવત્રતા–ત. ૬ પૃ. ૨૩૨. ધતિરૂપી પત્ની સંતોષ આપે છે. શ્રદ્ધા ચિત્તની પ્રસન્નતા કરે છે. સુખાસિકા આહલાદને કરે છે. જીજ્ઞાસા હિતકારી બને છે. અને વિજ્ઞપ્તિ કુશલ-ધાત્રી બને છે. મેધા સબંધને કરે છે. અનુપ્રેક્ષા નિશ્ચિતતા ઉત્પન્ન કરે છે. મંત્રી ચિત્તને અનુસરે છે. કરુણા તે હમેશા વાત્સલ્યવાળી રહે છે. મુદિતા ચિત્તને પ્રસન્ન કરનારી બને છે. ઉપેક્ષા ચિત્તના ઉદ્વેગને હણે છે. આ તેઓને પ્રિયાગણ હોય છે.