________________
નમન
૯૩
દેવદત્ત પ્રાણ બગાસુ`. ખાવાના વ્યપારમાં પ્રગટ થાય છે અને તેની વ્યાપ્તિ સમગ્ર ત્વચામાં છે.
ધનંજય પ્રાણ સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલા છે. મરણ પછી પણુ દેહમાં કેટલાક સમય તે રહે છે. ધનંજયની ઉપયાગતા ઢાડવા વગેરે ક્રિયામાં જણાય છે.
આ બધા પ્રાણાના પ્રભુ આત્મા છે. માટે આત્માને સાચવવાથી આ પ્રાણાના તાલ સચવાઈ રહે છે, આત્માને સાચવવા એટલે આત્મભાવમાં રહેવુ', આત્મપમ્ય દૃષ્ટિનું જતન કરવું, પ્રાણેાને ધક્કો ત્યારે લાગે છે જયારે આત્મા વભાવ વશ થાય છે, માટે સ્વભાવમાં રહેવુ' એ ધર્મ છે.
નમન
દાન એ કમ છે અને પૂજા એ યજ્ઞ છે.
Give to the needy and worship the unneedy, these two Fundamentals of true religion.
એકમાં વસ્તુનું દાન છે, બીજામાં સન્માનનું દાન છે.
વિષયા વાનર જેવા ચપળ છે. કષાયા નાગ જેવા ઝેરી છે. ‘નમેા અરિહ'તાણુ' નું ધ્યાન ઉભયને જ જીતવા માટે છે.
ઉધ્વતા સામાન્યથી થતું ધ્યાન, વિષય-વાસનાનુ' પ્રતિપક્ષી છે.
તિર્થંક સામાન્યથી થતું તે ધ્યાન કષાયાનુ પ્રતિરોધક છે.
are the
મન એક ચાર છે, તેણે આત્મમુક્તિનુ અપહરણ કર્યું છે. તેને કડવાથી જ પરમ પદની પ્રાપ્તિ છે. તેને દ'ડવુ' એટલે નમાવવું. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતાના ચરણ કમળમાં વારવાર ઝુકાવવું. ત્યાં સુધી ઝુકાવવું કે તેના બધા એક શ્રી અરિહ'ત તરફ જ થઈ જાય અને એ સ`સારને પૂઠ બતાવતુ' થઈ જાય.
સંસારમાં રમતું મન વિપત્તિઓના સાગરરૂપ સંસારમાં જ જીવને રીબાવે છે. શ્રી નવકારમાં રમતું મન, જીવની મુક્તિનું પ્રબળ કારણ બને છે.
નમન, એ જ મનના સર્વ શ્રેષ્ઠ સદુપયોગ છે.