________________
શુભ સંક૯૫
૭૦૭
૫. અગુરૂ લઘુત્વ-જેથી અમૂત દ્રવ્યના પયયને વ્યવહાર થાય છે. ૬. પ્રદેશાવવ–જેથી અવયવ-અવયવીને વ્યવહાર થાય છે. ૭. ચેતનવં–જેથી અનુભૂતિ થાય છે ૮. અચેતનવ-જેથી અનુભૂતિ થતી નથી. ૯. મૂર્તસ્વ-રૂપરસગં ધામિ. ૧૦. અમૂર્તત્વ-રૂપાદિ અભાવવવ.
નમઃ સિદ્ધ આ પદને જાપ અને બ્રહ્મરંધ્રમાં તેનું ધ્યાન નિયમિતપણે અર્ધો કલાક કરવા માત્રથી માત્ર બે મહિનામાં બધી દિશાએ અદભુત વિકાસ સાધી શકાય છે.
આ મંત્રમાં અદ્દભુત શક્તિ છે. સિદ્ધ ભગવંત-શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને નમસ્કાર છે. તેમાં સિદ્ધ શિલા ઉપર રહેલા સિદ્ધ ભગવંતે અને નયાપેક્ષયા સર્વ જીવાશિ આવી જાય છે.
આ મંત્રની એક માળા પૂરી થાય ત્યારે મેરૂ ઉપર “સિદ્ધા સિદ્ધિ મમ સિતુ.” એમ કહેવું.
સંખ્યાની ગણત્રી રાખવાની જરૂર નથી. માત્ર ૩૦ મિનિટનો સમય થ જોઈએ.
શુભ સંકલ્પ ૧. વર્તમાન શ્રી જૈન સંઘ પરમેષ્ટિ નમસ્કાર મહામંત્રને આધક બને. ૨. વર્તમાન શ્રી જૈન સંઘ મૈત્રી આદિ શુભભાવનાઓથી વાસિત બને.
૩. વર્તમાન શ્રી જૈન સંઘ, શ્રી અરિહંત પરમાત્માની સર્વ ક૯યાણકારી ભાવના તથા તેના પ્રભાવે ઉત્પન્ન થયેલ, વિશ્વ કલ્યાણકારી તીર્થની સાચી ઓળખાણ આપે.
૪. વિશ્વના છે શ્રી અરિહંત પરમાત્મા, તેમની આજ્ઞા, અને તે આજ્ઞાનું પાલન કરનાર શ્રી ચતુર્વિધ સંઘ પ્રત્યે આદરવાળા બને.
૫. શ્રી અરિહંત પરમાત્માની ભાવના, એ ભાવનાના પરિપાકરૂપ આજ્ઞા અને એ આજ્ઞાને પાળનાર શ્રી સંઘ વિશ્વ માત્રના હિતની વિશાળ દષ્ટિવાળો છે-એવી પ્રતીતિ બધાયને દઢપણે થાઓ.
શુભ સંકલ્પમાં અસાધરણ બળ રહેલું છે, તે સંકલ્પને વારંવાર દેહરાવવાથી પિતાના મનનું સમગ્ર વલણ, એ જ ઢાળમાં ઢળવાની સાથે સાથે અશુભ વિચારોથી પર બને છે. પ્રભુશાસનના અમાપ ઉપકારનું યતકિંચતું પણ ઋણ અદા કરવા માટે આપણે આ સંકટને વારંવાર ઉરચારવા રહ્યા.