________________
આત્મ-હત્યાનને પાયે ૬. અનેક પ્રદેશ સ્વભાવ જે ન માનીએ તે અવયવ-અવયવી ભાવ ન ઘટે. ૭. શુદ્ધ સ્વભાવ ન માનીએ તે મુક્તિ ન ઘટે. ૮. અશુદ્ધ સ્વભાવ ન માનીએ તે કર્મને લેપ ન ઘટે. ૯. કર્મજ ઉપચરિત સ્વભાવ ન માનીએ તે મૂતતા અચેતનતા છવને ન ઘટે. ૧૦ સહજ ઉપચરિત સ્વભાવ ન માનીએ તે સિંહને પજ્ઞતા ન ઘટે.
૧૧. પરમ ભાવ ગ્રાહકત્વ સ્વભાવ જેથી આત્મા પાન સ્વભાવી છે, તે વ્યવહાર થાય છે.
અનંત ધર્મવાળા દ્રથને, જે એક ધર્મની મુખ્યતાએ વ્યવહાર કરાય છે, તે પરમ ભાવ સ્વભાવનું લક્ષણ છે.
પ્રત્યેક દ્રવ્યમાં સ્વભાવ હોય જ છે.
ચેતનત્વ-અચેતન અને મૂત્વ–અમૂર્તત્વ વિરોધી હોવાથી એક સાથે હતા નથી. આ ચાર જાતિ અપેક્ષાએ સામાન્ય છે, વ્યક્તિ અપેક્ષાએ વિશેષ છે.
મુક્તિ મેળવવાના બે ઉપાય ૧. સ્વચ્છતા–હાયની નિર્મળતા. ૨. શૂન્યતા-વિચારોની શૂન્યતા. નમ્રતા એ દયની શુદ્ધિ કરે છે. અને સમર્પણ વડે શૂન્યતાનું નિર્માણ થાય છે.
નમસ્કારની સાધના વડે ચિત્તને નિર્મળ, વરછ અને શુદ્ધ કરતાં રહેવું જોઈએ અને નિર્વિકપતાને અભ્યાસ વધારતા જવું જોઈએ, તે જ નમસ્કારની સાધના પૂર્ણ થઈ કહેવાય.
નમ્રતા દ્વારા નિર્ભયતા અને નિર્ભયતા દ્વારા નિશ્ચિતતા સાધતે સાધક મુક્તિપથમાં આગળ વધતું રહે છે.
અહમુક્ત મન, વિચાર મુક્ત થઈ, કર્મમુક્તિનું કારણ બની, આત્મસુતિનું કાર્ય નિપજાવે છે.
૧૦ સામાન્ય સ્વભાવ ૧. અસ્તિત્વ-જેથી સદભુતતાને વ્યવહાર થાય છે. ૨. વસ્તુત્વ-જેથી જાતિ-વ્યક્તિને વ્યવહાર થાય છે. ૩. દ્રવ્યત્વ-જેથી દ્રવ્ય-પર્યાયને વ્યવહાર થાય છે. જ, પ્રમેયત્વ-જેથી પ્રમાણ-પ્રમેયને વ્યવહાર થાય છે.