________________
પૂર્વાચાર્યોનાં વચનામૃત
[૭૨૭ એવી પ્રશંસા કરવી. તિરસ્કાર કરનારા, મારા આત્માની કર્મનિર્જશમાં હેતુભૂત છે. એમ માનીને હિતસ્વી તરીકે સ્વીકારવા અને હેરાન કરનારા, તેઓ સંસારની અસારતા દેખાડવા દ્વારા ગુરુ તરીકે સ્વીકારવા. સર્વથા નિશ્ચલ અંતઃકરણ બનાવવું.
લયાને પરણવા ઇરછતા જીવેન્ડે પણ પરને ઉપતાપ (પરને પીડા) સર્વ રીતે છોડવો જોઈએ. સર્વપ્રાણીઓને બંધુભાવ દેખાડો પરાકાર કરવામાં પ્રવૃત્તિ કરવી, બીજાના દુઃખમાં જરાય ઉપેક્ષા કરવી નહિં. અને સર્વ પ્રકારે જગતને આહલાદ કરનાર જે આશય (મિત્રી-સ્નેહ-પ્રેમ) તેને ધારણ કરે.
અહિં, વૈરાનુબઇને મૂળથી ઉચછેદ કરવા માટે શેષ ઉપાયની અસારતા બતાવીને સમસ્ત સત્વ વિષયક સ્નેહ પરિણામરૂપી મૈત્રી ભાવનાને જ સમર્થ ઉપાય તરીકે બતાવી છે.
मित्रं-मिद्यतीति मित्रं, स्निह्यतीत्यर्थः । तस्य भावःसमस्त सत्त्वविषयः स्नेहपरिणामो मैत्रीः । येऽपि कृतापकाराः प्राणिनः प्रमाददन्यथा वा तेष्वपि मित्रतां चेतसि सन्निवेश्य मित्रमहमेतेषां, एते च मे मित्राणि, इति तत्कथमहं मित्रद्रोहतां प्रतिपत्स्ये, दौजन्याश्रयं हि मित्रद्रोहित्वं अतः क्षमेऽहं सर्वसत्त्वानामिति क्षमा भावयेत् । सम्यक् मनौवाक् कायैः सहेऽह सर्वसत्त्वानाम् । एवं हि मित्रता यथार्थत्वमासादयति । येषां च मया अपकारः कृतः तानपि सत्वान् क्षमयेऽह' मित्रत्वात् । क्षमये इति क्षमा ग्राहयामि सर्वान् प्राणिनः प्रशस्तेन चेतसा। स्वचेतसश्च कालुष्यमपनेयमित्येवमुपनयस्तन्त्रे । परस्तु क्षमेत वा नवेत्येतदेव स्पष्टतरं विवृणोति मैत्री मे सर्वसत्त्वेषु वैरं मम न केनचिदिति ।
-तत्त्वार्थ अध्याय-७ सूत्र-६-श्री सिद्धसेनीय टीका મિત્ર એટલે સ્નેહ કરે છે. તેને ભાવ એટલે સમસ્ત સત્વવિષયક સ્નેહ પરિણામ તેનું નામ મિત્રી છે.
પ્રમાદ અથવા બીજા કારણે અપકાર કરનારા પ્રાણીઓને વિષે પણ ચિત્તમાં મિત્રતા ધારણ કરીને “આ બધાને હું મિત્ર છે તેઓ બધા મારા મિત્ર છે માટે હું કેવી રીતે મિત્ર-દ્રોહ કરું”
દુર્જનતાનો આશ્રય કરે એ મિત્રદ્રોહ છે. માટે સર્વ પ્રાણીઓને હું ક્ષમા આપુ છું.