________________
૬૯૬
આત્મ-ઉત્થાનને પાયે, કરીએ કે–તે જેલમાં રાખે તે પણ એકે “બી” વર્ગમાં જ તેને મૂકવા પડે “સી” કે “ડી” વર્ગમાં મૂકતાં તે ગભરાય.
દેવ અને મનુષ્યગતિ એ “એ” અને “બી” વર્ગ છે, જ્યારે નરક, તિય ચ “સી” અને ? વર્ગ છે.
શ્રી અરિહંતને નમસ્કાર એ મેહને સીધે (Direct) પડકાર છે. શ્રી અરિહંતના નામથી મેહની સેના ધ્રુજી ઉઠે છે કેમકે તે નામ, મેહના મૂળને ઉખેડનાર વિશ્વના પરમ મિત્ર શ્રી અરિહંત ભગવંતની વિશ્વ વત્સલ ભાવનાનું સ્મરણ કરાવનાર છે.
જેના અંતરમાં વિશ્વ પ્રત્યે બંધુભાવ જાગે, તેના અંતરમાં રાગોષાત્મક મહતું બળ ટકી શકતું નથી.
ત્રણ જગતના સર્વ ની ઉત્કૃષ્ટ હિત ચિંતાના ભાવરૂપ મિત્રતા વડે, અરિતાશત્રુતાને ઉછેર કરનાર શ્રી અરિહંત પરમાત્માએ છે તેથી તે ગુણના કારણે તેમને ભાવથી નમસ્કાર કરનાર જીવ પણ, છ પ્રત્યે શત્રુતાને ત્યાગ કરનાર થઈને અરિહંત સ્વરૂપ બની જાય છે.
સૂરમની શક્તિનું મૂલ્ય, રશૂલ દષ્ટિવાળાને નથી સમજાતું. એટલે તે તેમાં વિશ્વાસ પણ નથી મૂકી શકતે. શ્રી નવકાર સર્વથા વિશ્વાસપાત્ર છે. કારણ કે તેમાં પરમ વિશ્વસનીય શ્રી તીર્થકર ભગવંતે આદિ બિરાજે છે.
શ્રી અરિહંતને ત્રિવિધ સમર્પિત થનાર જ તેમાંથી જન્મતા આનંદને આસ્વાદ કે હેય તે જાણી શકે છે.
તડકામાં ભેજ સૂકાય છે, તેમ શ્રી નવકારની સેવાથી મેહને પરાજ્ય થાય છે, અરિહંતભાવને વિજય થાય છે. આ સત્યમાં વિશ્વાસ મૂકીને સહુએ શ્રી અરિહંતને ભાવથી ભજવા જોઈએ.
wilwildli