________________
૭૨
આત્મ-ઉત્થાનને પાયો
આ ચાર પ્રકારનાં ગુણોવાળાં શેડાં હોય છે. ૧. પરદુઃખે દુખિયા, ૨. પપકારી, ૩. ગુણગ્રાહી અને ૪. ગરીબ સાથે સ્નેહ રાખનારા.
ચાર પ્રકારનાં ગરણાં છે. ૧. ધરતીનું -ઈસમિતિ, ૨. મતિનું -શુભધ્યાન, ૩. વચનનું ભાષાસમિતિ, ૪ પાણીનું સરખું જાડું વસ્ત્ર,
મેક્ષના ચાર દરવાજ છે. ૧. જ્ઞાન, ૨. દર્શન, ચારિત્ર, ૪. તપ.
સંત-સેવાના ફળ પણ ચાર છે ૧. મંગળની વૃદ્ધિ, ૨. પાપનો નાશ, ૩. યશ પ્રસાર, ૪. ભગવદ દર્શન.
આનંદમાં રહેવું રે.... અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે, ભજવા શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ના જેવું ૨–૧ વેદ જેયા, કિતાબ જોઈ, સરવ જઈને જોયું રે પણ પ્રભુના નામ વિના, સરવે ખેાયું ખાયું રે–૨ અવર કેઈના આત્માને, દુઃખ ન દેવું રે. સુખ દુઃખ જ્યારે આવી પડે, ત્યારે સહીને રહેવું –૩ જાપ અજપા જાપ જપે ત્રણ લેકમાં તેવું રે મૂળદાસ કહે મેહ મદ મૂકી મહાપદમાં રહેવું ૨-૪ -અનુભવીને એકલું આનંદમાં રહેવું રે
અથ: આપણે સંસારમાં રહીએ છીએ. અનેક માણસોના સંબંધમાં આવતા હોઈએ છીએ. તેમાં કેટલાક પ્રત્યે આપણને રાગ થતું હોય છે, તે કેટલાક પ્રત્યે દ્વેષ થત ય છે. આ રાગ અને દ્વેષમાંથી દુખ શેક અને નિરાશા આદિ જન્મતાં હોય છે.
સંસારને એક પણ સંબંધ સ્થાયી અને સનાતન નથી. વહેલા-મોડા કાંતે એને આપણાથી છૂટા પાડવાનું, કાંતે આપણે એનાથી છૂટા પડવાનું હોય છે. એ સ બંધ પ્રત્યે આપણે રાગ જેટલો પ્રબળ હોય છે, તેટલું જ પ્રબળ તેનાથી છૂટા પડતી વખતે શક પણ હોય છે. એટલે જેણે પોતાનાં સુખ-શાતિ કે આનંદને કેઈ બીજી વ્યક્તિ કે વસ્તુમાં શોધ્યા, તેને વહેલે મોડે સંતાપ જ અનુભવવાને હય, તે સ્પષ્ટ છે.
સાચા ને સ્થાયી સુખ, શાતિ કે આનંદને માટે અસંગ, સંગરહિતતા અનિવાર્ય છે અસંગ એટલે આનંદનું કેન્દ્ર સ્ત્રી પુત્ર, મિત્રાદિને, ઈન્દ્રિનાં ભેગને કે યૌવન, ધન, સત્તા, કે કિર્તી આદિને નહિ. પણ અનાસક્ત ભાવે પિતાના અંતરાત્માને બનાવો તે.