________________
१८४
આત્મ-ઉત્થાનનો પાયો
મેટી ઉંમરે પણ કેટલાક માણસે બાળ-બુદ્ધિથી દેરવાતા હોય છે. “અહિંસા પરમો ધર્મને પોપટીયે જાપ જપના લકે મોજશોખ માટે મુલાયમ ચામડાના બુટ પહેરે છે, શરીર સુધારવા હેમોગ્લોબીન, લીવર એકટ્રેકટ અથવા કેડલીવરની દવાઓ પીએ છે, બંગલાઓ તેમજ મોટરમાં મોજ માણે છે, ત્યારે તેમને ભાગ્યે જ ખબર હોય છે કે–તેમની ક્ષુદ્ર-મૂંજશેખ ખાતર, બુટના ચામડા મેળવવા માટે હજારો મૂંગા ઢોરની કતલ કરવામાં આવે છે. તેમની દવાઓ માટે સેંકડે ઘેડા, બળ, માછલાંઓ તેમજ ઈતર પ્રાણીઓને અસહ્ય-કુરતાથી ભોગ લેવામાં આવે છે. એમના બંગલા બંધાવવામાં કે મેટ ચલાવવામાં ખર્ચાતાં અન્યાયના નાણાં, કાળી મજુરી કરનારા લાખે મજૂરોના રક્તના શેષણનું ફળ હોય છે.
આવું ઘણા માણસને નજરે દેખાતું નથી, એટલે બાળકે જેટલા જ અજ્ઞાનથી તેઓ મોજમાં મશગુલ રહ્યા કરે છે. ક્યારેક તેમના રમકડાં કામ આપતાં નથી કે ધન લુપ્ત થાય છે, ત્યારે તેઓ બાળકની પેઠે જ કકળ કરી મૂકે છે.
નજરે દેખાતી વસ્તુઓમાં જ સર્વસ્વ જેનારા આવા લોકે, જગતના રમકડાઓમાં જ લટું હોય છે, ધન તેમને આ બધું ખરીદી આપે છે–એટલે તેઓ ધનનું મૂલ્ય આંકે છે અને ધનવાન થવામાં જ જીવનની બધી શક્તિઓ ખર્ચે છે.
નિર્ધન માણસે પણ આ જ પ્રકારના હોય છે, ફરક એટલે જ હોય છે કે–તેઓ ધનવાન થવાને પ્રયત્ન કરવા છતાં ધનવાન થઈ શક્યા હોતા નથી. પરિણામે કેટલાંક નિધને ધનવાનેથી અંજાઈ જઈ તેમના દાસાનુદાસ બની રહે છે અને કેટલાક નિષ્ફળતાથી ખીજવાઈ ધનવાને ભયંકર ઠેષ કરે છે.
પરંતુ એટલું તે નકકી જ છે કે ધનવાન અને નિર્ધન બંને ધનપતિપણાનું પ્રમાણાધિક મૂલ્ય આંકે છે. દ્રવ્ય પાર્જનનું મૂળ તેઓ જોઈ શકતા નથી, તેઓ તે દ્રવ્યવૃક્ષની ડાળે લટકતાં ફળમાં જ ચકચૂર હોય છે.
પણ જે સમજાઈ જાય કે લાખ રૂપિયા એટલે લાખ માણસની દૈનિક એક રૂપીઆના હિસાબે એકત્ર થએલી એક દિવસની મજુરી! તે તેઓ દ્રવ્યત્પાદનનું સાચું મૂલ્ય આંકતા થશે.
દ્રવ્ય બળ છે ખરું ! પણ એ બળ તેના માલિક થઈ બેઠેલા દ્રવ્યવાનનું પિતાનું નથી. અકસ્માતથી કે કારણથી ધનની માલિકી હરાઈ જતાં ધનવાનની સ્થિતિ પાંખ વગરના પંખી જેવી થઈ જાય છે. ધનથી વિભક્ત થએલા ધનિકની કિંમત સડેલા ફળ જેટલી થાય છે. ધનિક કે નિર્ધન જે આટલું જ સમજી લે તો તેઓ ધનવાનેથી અંજાઈ જતાં કે તેમને દ્વેષ કરતાં બચી જાય ?