________________
યોગ્યને વેગનું મિલન
१८७ જ્ઞાની-પિતા અજ્ઞાની-સંતાનને ચાહી શકે છે. દયાળુ-માણસ દાખીને ચાહી શકે છે. એકને આપવામાં સુખ છે, બીજાને લેવામાં. પૂબી તે એ છે કે વિષમતા અને વિવિધતા જ જગતના પ્રેમનું અધિકાન છે. એકને પ્રેમી થવું છે, તે બીજાને પ્રેમપાત્ર થવું છે. એટલે બંનેને તરત મેળ બેસે છે. ભૂખ છે તે અન છે. તૃષ્ણા છે તે જળ છે. અાંખ છે તે પ્રકાશ છે. બધા એકબીજા માટે છે.
બધી વિષમતાને આત્મીયતાથી જોવામાં ખરી સમાનતા રહેલી છે. બધા પોતપોતાની વિષમતા પ્રમાણે વર્તે છે; પોતપોતાના ગુણધર્મો પ્રમાણે વર્તી રહ્યા છે, યથાર્થ વિકાસ થયા બાદ જ બધા સમાન બની શકવાના છે.
યોગ્યને ચોગ્યનું મિલન
ગર્ભ શ્રીમંત માબાપના પુત્રને એચિંતે મોટી સંપત્તિને વાસે મળી જતા, તેની જેવી સ્થિતિ થાય છે, તેવી જ સ્થિતિ આજના જગતની થઈ છે.
બૌદ્ધિક-જ્ઞાનને માટે વાર માનવજાતને આજે મળે છે. પરંતુ તેને જીરવવાની કે પચાવવાની તેની આંતર-શક્તિ હજી ખીલી નથી.
વાંદરાને હથિયાર મળી જાય એટલે કે તે તે પિતાને ઘાયલ કરી બેસે, અથવા તે બીજાને નુકશાન પહોંચાડે !
જ્ઞાન-વિજ્ઞાનની શક્તિથી માનવ પોતાનો અવાજ, જગતના દૂર-દૂરના ખૂણા સુધી પહોંચાડી શકે છે. પણ અફસોસ એ વાતને છે કે વાતચીત કઈ રીતે કરવી, તે એને હજી આવડતું નથી.
મનુષ્ય, હજી અંતઃકરણ પશુ જેવું ધરાવે છે અને શક્તિઓ દેવ જેવી મેળવે છે. આ શોચનીય સ્થિતિ ચાલુ રહેશે, ત્યાં સુધી જગતને આપત્તિઓમાંથી ઉદ્ધાર નથી થવાને!
પાચન-શક્તિને સુધાર્યા વિના પૌષ્ટિક ખોરાકને કશો ઉપયોગ નથી, તેમ અતકરણને સુધાર્યા વિના જ્ઞાન-વિજ્ઞાનને પણ ઉચિત ઉપયોગ થઈ શકતો નથી.
દેવ જેવી શક્તિઓને વાપરવા માટે દેવ જેવા અંતઃકરણની જરૂર છે. અંતઃકરણમાં દિવ્યતા પ્રાપ્ત કર્યા વિના, શક્તિએ દેવી નહિ પણ રાક્ષસી બને છે.
પાત્રતાના વિકાસની ઉપેક્ષા કરીને, માત્ર પ્રગતિની ધૂનમાં, ક્ષિતિજો સર કરવાની આંધળી જે દેટ જ્ઞાન-વિજ્ઞાને મૂકી છે, તેણે માનવજાતને વધુ બેહાલ બનાવી છે.
રમતા બાળકને સગડી પાસે ન જવા દેવાય, તેમ જેઓની બુદ્ધિ વાસના તેમજ