________________
६७६
આત્મ-ઉત્થાનને પાયો ભૂખ લાગે તે ખાધા વિના ચાલતું નથી. ઉંઘને રોકવા ધારીએ તેય ભાગ્યે જ રોકી શકાય છે. કોઇ પણ કાબૂ બહાર જાય છે. સ્મરણ શક્તિ પણ ઘણી વાર ઈચ્છાને ગાંઠતી નથી. કેઈ ધાર્યું કામ કરવા જઈએ, તે આપણે એ કરી શકતાં નથી. અમુક રાગ ગાવા જઈએ, અને કઈ જુદા જ સ્વરે નીકળી પડે છે. જાણે કે કેઈન ખેંચાયા ખેંચાઈને આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અને તે પ્રવૃત્તિઓ આપણી ઈચ્છાને અધીન નહિ પણ કેઈ અગમ્ય નિયમે અધીન હોય તેમ જણાય છે.
ઉંઘને રોકવા આહાર અને શ્રમ ઘટાડવા પડે, ક્રોધને ખાળવા ઉશ્કેરણીનાં કારણે ટાળવાં પડે. એકલી ઈરછા સફળ થતી નથી. ઈચ્છાને પણ કઈ સત્તાને અધીન રહીને નિશ્ચિત માગે કામ કરવાનું બંધન તે રહેલું જ છે. વળી ઈચ્છા પણ કયાં તદ્દન મુક્ત છે ? તે પણ આપણા શરીર, મન અને પ્રકૃતિની જરૂરીઆતેમાંથી જ જમે છે.
- તૃષા લાગે, ત્યારે પાણી પીવાની ઈચ્છા થાય. કેઈનું દુઃખ દેખી ન શકાય, એટલે દયા–દાન કરવાની ઈચ્છા થાય. સામે કેયડાઓ આવે, ત્યારે ઉકેલવાની ઈચ્છા થાય. મનમાં જિજ્ઞાસા જાગે, ત્યારે શોધખોળ કરવાની ઈચ્છા થાય. ઈચ્છાઓ
એવું પણ બને કે આપણી ઘણી ઈચ્છાઓ આપણને ન ગમે અને તેને દબાવી દેવાની ઈચ્છા પણ થાય. કઈ વાર અમુક ઈચ્છાઓ થવી જોઈએ અને થતી નથી–એવું જાણીને એ ઈચ્છાઓ કરવાની ઈચ્છા થાય. આવી વિચિત્રતાઓ જોતાં આશ્ચર્યમુગ્ધ થઈ જવાય છે. અને આપણે મુંઝાઈ જઈએ છીએ કે-આ બધું શું ? તેમજ આપણે અને આપણી ઈચ્છાઓ એટલે શું ? છેવટે ઊંડે–વિચાર કરતાં અસંપ્રજ્ઞાત અર્ધપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત એવી બધી પ્રવૃત્તિઓમાં રહેલે પરસ્પર અનિવાર્ય સંબંધ તથા કુદરતને અને કર્મને અકાટ નિયમ સમજાય છે. એક અપેક્ષાએ આપણી પ્રકૃતિ અને હયાતિ એ વિશ્વની વ્યાપક અને પૂર્ણ કર્મ પ્રકૃતિનું એક મેજુ છે, એક તરંગ છે, એવી પ્રતીતિ થતી જાય છે.
આપણું વ્યક્તિગત જીવન, આપણામાં રહેલા પરમ શાશ્વત-જીવનના પ્રાગટય અને અનુભવ માટે છે. અને એ પરમ શાશ્વત-જીવન પણ આપણું પૂરતું જ મર્યાદિત નથી ! તે તે વિશ્વના સર્વજીના જીવનમાં ગૂઢપણે નિહિત છે.
આ જ્ઞાનને સાક્ષાત્કાર થયા પછી વ્યક્તિગત ઈચ્છા પરમ તવ (મહાસત્તા)ની ઈચ્છા સાથે તાલ દેવા લાગે છે અને ઐહિકતાને પોષનારી ઈરછાઓથી જીવન બે-તાલ બનતું અનુભવાય છે.
માત્ર ઈરછાઓ કરવાથી કાર્ય સિદ્ધિ થતી નથી. ઉલ્ટી પ્રવૃત્તિઓની જંજાળ વધતી