________________
આત્મ-કથાનનો પાયો
સકલ લેકના વિવિધ પ્રવાહમાંથી અને જીવનના ભિન્ન-ભિન્ન તબકકાઓમાંથી સાર તારવીને જીવનને સમૃદ્ધ બનાવવાને સાટ ઉપાય ઉક્ત સૂત્રમાં રહેલું છે. તેને અજમાવવાની સુઝ સહુમાં વહેલી-વહેલી જાગે, એ જ અભિલાષા !
નિદ્રાની કરકસર નિદ્રા એ નાનકડી નિવૃત્તિ છે, ડી વારનું મૃત્યુ છે. જે નિવૃત્તિ ભેગવી શકતે નથી, તેનાથી પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. જેને મરતાં ન આવડે, તેને જીવતાં ક્યાંથી આવડે? જે મરી જાણે છે, તે જ જીવી જાણે છે. વીરનું એક જ મૃત્યુ હોય છે, ડરપકના સેંકડે હોય છે. એ જ રીતે જે સારી રીતે ઉંઘી શકતે નથી, તે સારી રીતે જાગી શકતું નથી.
ઉં અને જાગૃતિ એ પરસ્પરાવલંબી છે. ઉંઘ એ કમાણી છે અને જાગૃતિ એ ખર્ચ છે. ઉંઘમાં શરીર નવી શક્તિઓ કમાય છે. અને જાગૃતિમાં તે ખર્ચે છે. જે કમાણી ન હોય, તે ખર્ચ કેમ થઈ શકે? એથી ઊલટું જે ખર્ચ ન કરે, તેને કમાવાને આનંદ પણ શી રીતે મળે? તેમ છતાં લોકે નિદ્રાની કિંમત ભાગ્યે જ સમજે છે. અતિનિદ્રા અને અનિદ્રા એ આધુનિક જગતના વ્યાપક રોગ છે.
ઉંઘ એ પણ જીવનની મહત્વની ક્રિયા છે. શાસ્ત્રોમાં એક અપેક્ષાએ એને મુક્તિના અવિરત પ્રયાણની સહાયક સામગ્રી માની છે.
સામાન્ય રીતે બે પ્રહરની, વિધિપૂર્વકની નિદ્રા ત્યાગી છવનમાં પણ વિહિતા કરાયેલી છે. તેની પાછળ નક્કર હેતુ છે.
જેમ વૈયક્તિક જીવનની દિવાલ તેડયા વિના, અહંકારની શંખલા ફેંકી દીધા વિના અને સંપૂર્ણ કામના રહિત થયા વિના, સમાધિ પ્રાપ્ત થતી નથી, તેમ જાગૃત જીવનની સાંકળો તેડ્યા વિના અને સંપૂર્ણપણે મનને અને શરીરને પ્રવૃત્તિમાંથી ખેંચી લીધા વિના સાચી નિદ્રા પ્રાપ્ત નથી.
સમાધિ એટલે પરમ આત્મા સાથે તાદાભ્ય અને નિદ્રા એટલે પ્રકૃતિ માતાના ખોળે પડી શક્તિનું કરાતું સ્તનપાન !
ઉંઘતી વખતે જેઓ સંકલ્પ-વિકલ્પ રાખે છે, પોતાના માથા ૫૨, “આ કરવું ને તે કરવું ના વિચારને મિથ્યા-ભાર રાખે છે, તેઓ સારી રીતે ઉંઘી શકતા નથી. સ્વપ્નાઓ તેમને ઉંઘ માણવા દેતા નથી. સુપ્તાવસ્થામાં પ્રકૃતિ સાથે તેનું તાદાશ્ય થઈ શકતું નથી. પછી નવી શક્તિ આવે ક્યાંથી?
શરીર, આત્માનું મંદિર છે. ઉંઘ તેનું સમારકામ છે. ઉંઘતી વખતે શરીરને ઘણાવી