________________
નિદ્રાની કરકસર
૬૮૧ દેવું જોઈએ. અને પ્રત્યેક અવયવને ઢીલા મૂકી દેવા જોઈએ. શરીરના બધા અવયવોને પૂર્ણપણે શિથિલ કર્યા વગર અને તેને પૂર્ણ આરામની સ્થિતિમાં રાખ્યા વગર, ત્યાં પૂર્ણ સમારકામ થતું નથી. માટે ઊંઘતી વખતે સમારકામ કરનાર પ્રકૃતિને પૂર્ણપણે પાઈ જવું જોઈએ. આ સમારકામ વખતે અનુકૂળ સામગ્રી અને પૂર્વ તૈયારી પણ જઈએ.
શાન જગ્યા, ખૂલી હવા, મનની પ્રસન્નતા વિગેરે સમારકામની સામગ્રી છે.
શ્રદ્ધાપૂર્વક તનનનને પરમાત્માને શરણે પીને સૂવું વિગેરે સમારકામની પૂર્વ તૈયારી છે.
જેને આહાર પર કાબૂ છે, જે શરીરમાં ઓછો કચરે થવા દે છે, જે અતિ શ્રમથી શરીરને પ્રમાણ બહાર ઘસી નાખતું નથી, જે બ્રહ્મચર્ય પાળી, સમારકામમાં માટી-ચુના તૈયાર રાખે છે, જે પિતાની સુઘડ–દેવાથી રોગને શરીરમાં પ્રવેશવા દેતું નથી, તે નિદ્રાને પૂરે લાભ ઉઠાવી શકે છે. થેડી ઉંઘ લેનારે ગાઢ ઉંઘ લેવી જોઈએ.
પહેલી રાતની ઊંઘ ગાઢ હોય છે, એટલે વહેલા સૂઈ રહેવું. પઢની ઉંઘ શ્વાનનિદ્રા હોય છે, એટલે વહેલા ઉઠવું. આવા બધા નિદ્રાની કરકસરનાં રહસ્ય છે.
ઉંઘ એ જાગૃતિને ભેરૂ છે. તેનું રહસ્ય જે પિછાને છે, તે જાગૃતિને વધુ ચેતનામય, વધુ પ્રવૃત્તિમય કરી શકે છે. નાના આયુષ્યમાં પણ ભરપૂર શક્તિનું તેજ જન્માવવું હેય, તેણે નિદ્રાની કરકસર અને તેના રહસ્ય સમજવા જોઈએ.
મન-વચન-કાયા આદિને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જે ઘસારે દિવસ દરમ્યાન પહોચતે હોય છે, તે ઘસારાને દૂર કરવા માટે રાત્રિ દરમ્યાન નિશ્ચિતપણે લેવાતી ગાઢનિદ્રા, ઘા પર કામ કરતા મલમ કરતા અધિક સારી અસર કરે છે અને વળતા પ્રભાતે માણસ પ્રસન્ન-પ્રફુલ અને સ્કૂર્તિમય બનીને જીવનનું કયેય હાંસલ કરવાની દિશામાં જરા પણ કંટાળા, અણગમા કે નિરાશા સિવાય, કટિબદ્ધ બને છે.
નિદ્રા ન ડહોળાય તેની કાળજી લેનારને જાગૃતિ દરમ્યાન શક્તિને અભાવ સહવાને ભાગ્યે જ અનુભવ કરવો પડે છે.
પ્રકૃતિમાતાના મેળે વિરમવારૂપ નિદ્રા, જીવનને નિતંદ્ર બનાવવામાં પૂરતી સહાય કરે છે, તેમજ પ્રમાદને પ્રાપ્ત કરે છે. એમ સમજી વિવેકપૂર્વક તેને લાભ લેવામાં આવે તે આ યુગને લાગુ પડેલા “અનિદ્રા-અતિનિદ્રાના રોગમાંથી બચી શકાય !
આ. ૮૬