________________
૬૭૮
આત્મ-ઉત્થાનને પાયે અનાજની અછત હોય તે શું માણસ ઘઉં-ચોખા બનાવવાનું કારખાનું ઊભું કરી શકવાને છે ? એ તે સમય પ્રમાણે અને નિયમ પ્રમાણે જ ઉગાડવાના છે ! આપણું ધાર્યું કરી શકાતું નથી. કારણ કે સાધનથી અને કારણેથી (INSTRUMENTS કર્તા બની શકાય નહિ.
જે બધું બનવાનું છે, તે નિયમાધીન છે. આપણે નિમિત્ત બનવાને યશ મેળવવાનું છે. આપણે ઉત્તમ સાધન કેમ બની શકીએ એ જ મુદ્દાની વાત છે.
અહંકાર છેડી, ઉત્તમ નિમિત્ત બનવા પ્રવૃત્ત થઈએ તે વિશ્વની સર્જકશક્તિ આપણા દ્વારા વહેવા લાગશે. આપણે એ શક્તિનું સસ સાધન બનીએ અને અહં. કારથી રૂંધાતા આત્મોન્નતિના માર્ગને સરળ બનાવીએ.
વિશ્વકમમાં જ્યારે અહંકારને સ્થાન જ નથી, ત્યારે માત્ર સરસ નિમિત્ત બનવાને યશ મેળવ એ જ આપણા હાથની વાત છે.
આપણા જન્મ પૂર્વે જગત હતું અને આપણા મૃત્યુ પછી પણ જગત રહેવાનું છે, એ હકીકત સ્પષ્ટપણે નિદેશ કરે છે, માનવી કર્તાપણાના મિયા ભાર તળે નકામે ચગદાઈ રહ્યો છે માટે આપણું કર્તવ્ય એ કે-પવિત્ર-સજના આપણે સર્વોત્તમ સાધન બનીએ !
સાચું એ સહુનું ! એમાં મારે શું ? એમ કહીને સમાજની ઉન્નતિના અનેક સારા અને લોકોપયોગી કાર્યો કરવામાં મનુષ્ય ઉદાસીન બની જાય છે. આટલેથી જ ન અટક્તાં કેટલાંક તે એવાં કાર્યો કરનારની ઈર્ષ્યા કરવા લાગે છે અને તેમાં વિને નાખે છે. જાણે કે એ કાર્ય એનું એકલાનું જ હોય અને બીજાને એમાં કાંઈ લેવાદેવા ન હોય-એમ બીજ વતે છે. ઉપરથી એને દ્વેષ પણ કરે છે.
આપણે સહેજ આત્મનિરીક્ષણ કરીશું. તે જણાશે કે-જેને આપણે “હ કહીએ છીએ, તે ગ્રાહક છે. અને જેને મારૂં કહીએ છીએ, તે બધું આપણે ગ્રહણ કરેલું છે. ગ્રાહકને જે મળેલું હોય છે, તે તેણે કુદરતમાંથી, સમાજમાંથી, સંસ્થાઓમાંથી કે વ્યક્તિઓ પાસેથી લીધેલું હોય છે.
બહાર વિસ્તરેલું અનંત-જગત, અકથ્ય આટીઘૂંટીવાળું એનું તંત્ર, વંશપરં. પરાગત અનુભવોમાંથી ઘડાયેલી સમાજ વ્યવસ્થા, મહાન વિભૂતિઓનાં સૂયમ-દર્શનેના આધારે રચાયેલા શા-સાહિત્ય-રચનાઓ અને કલાકૃતિઓ, સમાજ-ધારણા માટે