________________
६७४
આત્મ-ઉત્થાનને પાયે શકે છે અને અમને ન સમજાય, એ અમે માનીએ જ નહિ–આવું અભિમાન કેઈ કરે, તે તે પણ મિથ્યા છે.
બુદ્ધિની પહોંચ અને શક્તિ ખૂબ જ પરિમિત છે. બુદ્ધિના પ્રદેશથી પર વિશ્વમાં એવું કેટલું ય પડયું છે કે-જેના પ્રાગટયના નિયમે ભલે હોય, પણ બુદ્ધિ તેને પાર પામી શકતી નથી. એવું ન હોય, તે જગતમાં નવાઈ જેવું કશું રહે જ નહિ! જ્યાંત્યાં અને જયારે ત્યારે અવનવું અને ચમત્કૃતિ ભર્યું જે બન્યા કરે છે, તે બનત નહિ! બુદ્ધિના ક્ષેત્રથી ઊંચે, કેઈ અદ્દભુત સૃષ્ટિ છે, જેને સર્વજ્ઞ પુરુષ જ જોઈ– જાણી શકે છે. એની કેઈથી પણ ના કહી શકાય નહિ. બુદ્ધિની બળવત્તા
અસામાન્યની વાતે જવા દે. પણ કેટલીક સામાન્ય બાબતે પણ આપણી બુદ્ધિમાં ક્યાં પૂરેપૂરી બેસી શકે છે?
વર્ષો સુધી નિઈવની જેમ પડી રહેલું બીજ, ભૂમિ અને જળને સંગ થતાં ચૈતન્યથી સળવળી ઉઠે છે. શાકિયા કર્યા પછી શરીરના માંસ અને ચામડી આપોઆપ સંધાઈ જાય છે. આવી તે અસંખ્ય બાબતે બુદ્ધિના કિંચિત્ પણ પ્રભાવ વિના બને જાય છે અને આપણે તેનાથી ટેવાઈ જઈ, તેમાં રહેલી સર્જક શક્તિથી આશ્ચર્ય પામવાનું ઘણીવાર ભૂલી જઈએ છીએ.
સપાટી માત્રના દર્શનથી, બધું બુદ્ધિમાં ઉતરી ગયું, એમ માની ઘણીવાર બુદ્ધિ સંતેષ અનુભવે છે.
વસ્તુઓ અને બનાવ બને છે, તે કોઈના માવ કરવાથી નહિ, ૫, તેવા પ્રકારના કારણે મળવાથી! બુદ્ધિ નવું તે કાઈ કરતી નથી. જે થાય છે તેની માત્ર નેધ જ લે છે.
વિશ્વમાં રહેલી કઈ અગમ્ય-શક્તિ અવનવા રૂપ, ઘટનાઓ અને ક્રિયાને સજે છે. બુદ્ધિનું તેમાં કોઈ ગજું નથી બુદ્ધિ પિતે જ એ સર્જક શક્તિનું એક બાળક છે. મનુષ્ય પણ જ્યારે પિતાની પ્રકૃતિમાંથી તદ્દન નવું જ કંઈક પ્રગટાવે છે, ત્યારે આપણે તેને ચમત્કૃતિ જ કહીએ છીએ.
ચમત્કાર એ બુદ્ધિહીન પ્રવૃત્તિ નથી, પણ બુદ્ધિથી ઉચ્ચ કેટિની પ્રવૃત્તિ છે બધા સર્જનમાં નવીનતા અને અદ્દભુત હોય છે, પણ બુદ્ધિહીનતા ક્યાંય જણાતી નથી, એ સ્પષ્ટપણે સાબિત કરે છે કે નૂતન સર્જન એ બુદ્ધિહીનતાનું ફળ નથી.
જે પ્રામાણિકપણે પિતાના ઉચ દવેયને વળગી રહે છે અને બુદ્ધિના શિખર પર ચઢી અગમ્ય આત્મશક્તિની આરાધના કરે છે, તેનું જીવન ચમત્કારિક બનવા છતાં, તેને મન ચમત્કાર જેવું કાંઈ રહેતું નથી.