________________
૬૭૨
આત્મ-ઉત્થાનને પાયો
કોઈ કરે, કોઈ પ્રેરે, ક્યારેક મોન પણ વ્યાખ્યાન બની જાય અને સંશયને છેદી નાખે! જેમણે તેજ, શક્તિ અને આદર્શ સિદ્ધ કર્યા છે, તે કશું ન કરે, છતાં સહુથી મહાન કાર્ય કરે છે. તેમનામાંથી સહજ સ્વભાવે કાર્યધારાઓ વહ્યા જ કરતી હોય છે. જાડી દષ્ટિને એ દેખાય કે ન દેખાય–તેની બહુ કિમત નથી. કિંમત તે કાર્યની અને તેનાથી નીપજતા પરિણામની છે.
નાના કે મોટા કાર્યનું મૂલ્ય તેના પરિણામ પર અવલંબે છે. એક માણસ દયેયશૂન્યપણે ૧૦ માઈલ દેડી નાખે એટલે તેનું તે કાર્ય માટું ન ગણાય! જ્યારે સમજપૂર્વક પગલાં ભરીને નિજ-લક્ષ્યને વરવું તે કાર્ય કાર્યરૂપ” ગણાય !
દેખાવની મોટપથી બચીને માણસે, સ્વ પર હિતકર વૃત્તિ તેમજ પ્રવૃત્તિ સાથે સંબંધ કેળવવો જોઈએ. તે જ પરિણામનું મૂલ્ય આંકી શકવાની શક્તિ જાગૃત થાય.
પરિવર્તનશીલ-વિજ્ઞાન વિજ્ઞાન રોજ પિતાની માન્યતાઓ બદલે છે. પહેલાં એ મૂળ તો ૨૨ છે આમ કહેતું, પછી ૯૩ થયાં. હવે તે આણુ અને ઈલેકટ્રોનની વાત આવી. તે કહે છે કે દરેક વસ્તુ સરખી છે. માત્ર એના ઇલેકટ્રોન્સની સંખ્યા અને ગતિ જુદી જુદી છે.
વિજ્ઞાન કહે છે મારા અને તેનું મૂળ દ્રવ્ય એક જ માત્ર તેના ઈલેકટ્રોન્સની ગતિ અને સંખ્યા જુદી જુદી દિશામાં છે.
જૈનદર્શને આવા ભાવની વાત પહેલેથી જ કહે છે કે બધું પુદગલ દ્રવ્ય જ છે. માત્ર પરમાણુઓની સંખ્યા અને રચના ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે
અંધકાર એ પ્રકાશને અભાવ છે. એમ તૈયાયિક અને વૈજ્ઞાનિકે કહેતા આવ્યા છે. જેનોનું “તાવાર્થ સૂત્ર” આ વાતની “ના” પાડે છે. તે કહે છે કે અંધકાર એ પણ પુદગલ પરમાણુઓ જ છે. અને તે ધ્રાણેન્દ્રિયને વિષય છે આ અંધકારના પુદ્ગલેની ગંધથી માંકડ રાત્રે બહાર નીકળી પડે છે. આ ગંધ આપણે કેમ ગ્રહણ કરી શકતા નથી?
આ પ્રશ્નનું સમાધાન, શ્રાવ્ય-અશ્રાવ્ય વનિને પ્રાગાત્મક–સિદ્ધાંત જે જમાનામાં વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યા છે. ત્યાં સહેલાઈથી સમજી શકાય એવું છે.
આકાશમાં ઉડતા વિમાનમાંથી બેમ્બમારો કરતી વખતે એને પ્રચંડ અવાજ ન સંભળાય, એ માટે એક અંશ વધારી દઈને એને અશ્રાવ્ય બનાવી દેવાય છે. એટલે એ અવાજ આપણા કાન પાસેથી પસાર થઈને જતે હોય, છતાં આપણે તેને પકડી શકીએ નહિ. તેનું નામ સુપરસેનીક છે. તેમ અંધકારના પુદગલની ગંધ માટે પણ સમજવું. તે