________________
૬૬૪
આત્મ-હત્યાનને પાયે - સિનેમાના ટાયલા તેમજ તેના ઢંગધડા વગરના ગાયનમાં લોકો રસ શાથી લે છે? તેને વારંવાર જોવા અને સાંભળવા સહુ કોઈને સહેલાઈથી મળે છે. તેને સ્વાદ ચાખવાથી તેમાં રસ બંધાઈ જાય છે.
ઉરચ-પ્રેમ જેવાને તેમજ ઉચ્ચ પ્રકારનું સંગીત સાંભળવાને સુઅવસર ભાગ્યે જ મળે છે. એટલે પછી તેના આસ્વાદ અનુભવવાની તે વાત જ ક્યાં રહી? પછી તેમાં અભિરૂચિ કેવી રીતે કેળવાય?
માણસ જે ઉંચે ચઢવાનો શ્રમ ઉઠાવે અથવા બીજા કોઈ તરફથી તેને તે ઉચ્ચ રસ ચાખવા મળે, તે પછી તેને હલકી વસ્તુમાં રૂચિ રહેતી નથી.
નાની વયના બાળકો, કિશોર કે કુમારોને તે હલકી વસ્તુઓમાં રસ લેવાની એક પણ તક ન મળવી જોઈએ. તેમની સન્મુખ હંમેશાં ઉચ્ચ વસ્તુઓની તેમજ વાતની જ રજુઆત થવી જોઈએ. નાની વયથી જ જે તેમને સારી વસ્તુઓને સ્વાદ ચાખવા મળશે, તે પછી નઠારી વસ્તુઓ તેમને ગમવાની જ નહિ!
સારી વસ્તુઓની રૂચિ કેળવવા માટે, સારી વસ્તુઓ અ૯૫ હોવાથી તેની શોધ કરવી પડે છે. પોતાની ભૂમિકાથી ઉચે હોય, તે તેનું સાન્નિધ્ય સેવવા માટે ઉચે ચઢવાને શ્રમ ઉઠાવવું પડે છે. અને જે આ શ્રમ ઉઠાવીએ તે બેડે પાર થઈ જાય!
ઉચ્ચ વસ્તુની અભિરૂચિ કેળવવા માટે શ્રમ અનેકગણે બદલે મેળવી આપે છે. પછી તે રૂચિ ધરાવનારનું જીવન વિસ્તીર્ણ બને છે, તેને આનંદ “શુદ્ધ' બને છે, તેની સંપત્તિ દેવી થાય છે કમશઃ ઉરચતાની અભિરૂચિ દઢ થતી જાય છે. પછી હલકી વસ્તુ ઓની હાજરીને પણ તે સહી શકતું નથી.
સદભિરૂચિવાળાને નઠારી પ્રવૃત્તિઓ દુર્ગધની જેમ અકારી થઈ પડે છે. તીવ્ર અરૂચિ થવાને લીધે તે વિના પ્રયત્ન, હલકી બાબતથી સદાય દૂર રહે છે. ઉચ્ચતાની દઢ થતી જાય છે. પછી હલકી વસ્તુઓની હાજરી અભિરૂચિ કેળવવી તે જ સદાચારનું ખરેખરૂં પ્રેરક બળ છે.
સાચે ગુરુ, સા શિક્ષક કે સાચે નેતા એ જ છે કે-જે પોતાના શિષ્ય, વિદ્યાર્થી કે અનુયાયીના અંતઃકરણમાં સદ્ભવસ્તુ પ્રત્યેની અભિરૂચિ જગાડવા વારંવાર પ્રયાસ કરે છે.
માત્ર હકીકતના જ્ઞાનથી કે પુસ્તકના પિપટિયા-પાઠ માત્રથી સદાચારી બની શકાતું નથી.
સાચા જ્ઞાન મુજબ જીવન ઘડવા માટે તે જ્ઞાનને રસ ચાખવો જોઈએ. એ રસ ચાખવાનું કાર્ય કરે છે, તે પણ ઉપેક્ષણીય નથી. કારણ કે તે તેનું પૂરું વળતર અપાવે છે.
ઉચ્ચ વિચારે, વાતે અને વસ્તુઓમાં સિકતા કેળવવાથી નિરસતા દૂર થાય છે અને સરસ આચારમાં ધીમે ધીમે સમરસતાને અપૂર્વ આહાર અનુભવવા મળે છે.
;