________________
આત્મ-ત્યાનને પાયો
સુગંધથી મઘમઘતાં અત્તર અને સ્વાઇપૂર્ણ પકવાનેનું મૂલ્ય નાકના કે જીભના મૂલ્ય સાથે સરખાવી શકાય ખરું?
એ જ રીતે વાત્સલ્ય, પ્રેમ, અનુકંપા કે મિત્રીભાવ સામાન્ય છે, એટલે શું એનું મૂલ્ય ઉતરતું ગણાય?
બિચારો માનવ! કસ્તુરીયા મૃગની જેમ આનંદની કરતુરી શેધવા ફાંફાં માર્યા કરે છે. પણ તે મૃગને કયાં ખબર છે કે એ કસ્તુરી તે એની પોતાની નાભિમાં જ છે? તેમ મનુષ્ય પણ પિતામાં અને પિતાની આજુબાજુ પડેલા અમૂલ્ય સામાન્ય તને વિસારી, અસામાન્ય દેખાતા પરપોટાઓને મેળવવાની વેઠમાં જીવનને પૂરું કરી નાખે છે.
જે ઊંડે ડૂબકી મારવાનું સામર્થ્ય હોય, તે સામાન્ય જણાતા પદાર્થોમાંથી પણ અસામાન્ય આનંદ અનુભવી શકાય છે. એ સામર્થ્ય ન હોય તે હંમેશ માટે નિષ્ફળતા, નિરાશા અને અગણિત માં સબડયા કરવાનું રહે છે.
કિયા ગમે તે હોયખાવાની કે પીવાની, બલવાની કે ચાલવાની, ઉઠવાની કે બેસવાની, પણ તેમાં જીવનની ધબક મેળવવામાં આવે છે, ચૈતન્યની પ્રતીતિ કરવામાં આવે તે આનંદ કદી ખૂટતું નથી.
માનવીને પિતાની સાધારણમાં સાધારણ સ્થિતિમાં પણ, જોતાં અને અનુભવતાં આવડે તે આનંદને પાર નથી. માત્ર જોવાની દ્રષ્ટિમાં પરિવર્તન લાવવું પડે. વિશેષના મૂલ્યાંકનની સાથે સામાન્યનું પણ મૂલ્યાંકન કરતાં આવડવું જોઈએ.
જેનશાસ્ત્રમાં ફરમાવે છે કે, સામાન્ય વિનાનું વિશેષ કે વિશેષ વિનાનું સામાન્ય હેતું નથી.
માણસની નજર મોટે ભાગે વિશેષને (Extra ordinary) જ જેવા ટેવાયેલી છે. જે તે વિશેષની પાછળ રહેલા સામાન્યને પણ જુએ અને તેનું મૂલ્ય પણ સમજે, તે જીવનમાં નિરાશા કે તેમાંથી જન્મતા વિષાદ આદિને કાયમી દેશવટે મળે અને તેના સ્થાને સુખ અને આનંદનું સામ્રાજ્ય સ્થપાય.
જીવનનો આનંદ નથી સામાન્યમાં કે નથી વિશેષમાં! પણ પદાર્થો અને પરિસ્થિતિએ જે મૂલવવાની દષ્ટિમાં છે. એ દષ્ટિમાં જીવંતતા હોય, નિર્દોષ ભાવના અમી હોય, તે “આનંદ” એ બેજની વસ્તુ મટીને, “ઘર” ની બની રહે છે.
સામાન્ય તેમજ વિશેષ-ઉભયને મૂલવી શકનારનું જીવન ખરેખરમૂલ્યવાન બનીને જીવનના અણમોલ આનંદને અનુભવ કરતું થઈ જાય છે.