________________
જીવનને આનંદ
જીવનનો આનંદ
આપણી ચારે તરફ જ્યાં નજર કરીએ, ત્યાં કંઈને કાંઈ સુંદર, રસભર્યું અને ઝગમગતું પડયું હોય છે, પણ આપણને તેનું કામ હતું નથી, એટલે તે કશામાં આપણી આંખ ઠરતી નથી. અને તૃષ્ણાના વિવિધ તીરોથી ઘાયલ થઈને આપણે આજુબાજુ દષ્ટિ કર્યા વિના જ ભાગીએ છીએ. આમ, અપ્રાપ્ત-આનંદની પાછળ વલખાં મારવા જતાં પ્રાપ્ત-આનંદની અવહેલના થઈ જાય છે.
મારે અમુક રમકડું જોઈએ, એવી હઠે ચઢેલા બાળકને, હાથમાં રહેલાં રમકડાને આનંદ મળતું નથી, તેમ આપણા ઘણા આનંદે અપ્રાપ્તની ઝંખનામાં માયા વગરના જ રહી જાય છે.
કેટલીક વસ્તુઓ આપણને એટલી સામાન્ય અને સુલભ હોય છે કે-આપણે તેને હિસાબ જ ગણતા નથી, પરિચયની ધૂળ તેની ચમક જ ઉડાવી દે છે. જાણે કે એ પદાર્થો આપણી પાસે ન હોય, તે કંઈ બગડી જતું નથી, એવી બેપરવાઈ આપણામાં આવી જાય છે.
સૂર્ય હવા, પાણી, પૃથ્વી વિગેરે પદાર્થો સિવાય આપણને ઘડીવાર પણ ચાલતું નથી, છતાં જાણે કે તે વધારાનાં હોય, તેમ આપણે વર્તીએ છીએ. એ જ ન્યાયે આકાશ, તારા, ચન્દ્ર, વનરાજી, પહાડો અને નદીઓ વિગેરેનું મૂલ્ય પણ આપણે ભાગ્યે જ અકીએ છીએ.
વળી શરૂ શરૂમાં નવીન અને નયનરમ્ય લાગતી વસ્તુ, ધીમે ધીમે સ્વાભાવિક અને સામાન્ય બનતી જાય છે અને બીજી નવી અને અસામાન્ય, વસ્તુઓની શોધ ચાલુ જ રહે છે. એટલે એની અગ્રતા રહ્યા જ કરે છે.
તાત્પર્ય એ છે કે આનંદ અને શાક, વસ્તુમાં બંધાઈ રહેતા નથી, પરંતુ એને અનુભવનાર વ્યક્તિ પર અવલંબે છે. તેથી જ કહેવાય છે કે-વસ્તુનું મૂલ્ય વસ્તુમાં નથી, પણ તેની જરૂરીઆતમાં છે.
લેકે તે બધાને ન મળી શકે એવી અસામાન્ય વસ્તુઓને મૂલ્યવાન ગણે છે. તેમને મન બંગલા, મોટર સેનું-રૂપું, હીરા, મેતી વિગેરે ખૂબ મૂલ્યવાન છે પણ શું તે બધાંની કિંમત, બધાને સહજ રીતે પ્રાપ્ત થએલ અરૂપી રને હજારમાં ભાગ જેટલી પણ છે?
વાજિંત્રે ગમે તેટલા મધુર અને સુરીલાં હોય, તે પણ તેની કિંમત તેને સાંભળનાશ કાનની કિંમતના લાખમા ભાગ જેટલી પણ ગણાય ખરી? આ. ૮૪