________________
આપવાનો આનંદ
६१७
આપવાનો આનંદ જગતમાં જે લેવાનું શીખ્યો છે, પણ દેવાનું શીખે નથી, તે ધીમે ધીમે ભિખારીનું માનસ પ્રાપ્ત કરી, અંતે ભિખારી જ બને છે. ભિખારી ગમે તેટલું ધન ભેગું કરે, તે પણ ભિખારી એ ભિખારી છે!
કેટલાક લેકો એથી આગળ વધેલા હોય છે. તેઓ જગતનું કે સમાજનું કાંઈ લે છે, ત્યારે તેની કિંમત તુરત જ આપી દે છે આવા લોક ભિખારીપણાનું કલંક ટાળી શકે છે. પણ વધી વધીને તેઓ પ્રામાણિક લેવડ દેવડ કરનારા વેપારી જ બની શકે છે. આનાથી ઉંચી અમીરી વૃત્તિ છે. એ વૃત્તિ ધારણ કરનારા ઓછું લે છે અને વધારે આપે છે.
આ અમીરી વૃત્તિથી ય ચઢિયાતી વૃત્તિવાળા પણ હોય છે કે-જેઓ લેક સંગ્રહાર્થે જીવે છે. તેઓ સર્વસ્વ સમર્પણ કરે છે અને બદલામાં લેતા કંઈ નથી માત્ર જીવન ધારણ કરવા અર્થે ઈતી વસ્તુ, શેષરૂપે કોઈને પણ પીડા ન થાય તે રીતે લે છે.
વ્યક્તિના જીવનને વિકસાવવામાં અને તેમાં આનંદ રેડવામાં આપવાની પ્રવૃત્તિપ્રદાનવૃત્તિ, મોટે ભાગ ભજવે છે
જગતમાંથી જે લીધા જ કરે છે, તે કદાચ સંપત્તિવાળે બનશે, પણ મહાન બની શકશે નહિ. લેવાના આનંદ કરતાં, દેવાને આનંદ ઘણે જ ઊંડે અને વિસ્તી હોય છે.
મનુષ્ય આપે છે, ત્યારે તે વ્યષ્ટિ જીવનના નાનકડા પિંજરામાંથી બહાર આવી સમષ્ટિ જીવનના વિશાળ વનમાં ઉડવા લાગે છે, તે પિંજશને મટી વનને બને છે. તેના મુક્ત વિહારમાં જે સમૃદ્ધિ અને આનંદ છે, તે નાનકડા પિંજરામાં ક્યાંથી હોય?
પ્રદાન-ક્રિયામાં આ વિકાસ એ જ મુખ્ય લાભ છે. આપવાની વસ્તુઓમાં એકલું ધન જ નથી આવતું ! બીજા પણ ઘણા પ્રદાન છે. એ બધામાં ધન તદ્દન નીચી કક્ષાનું છે તેને લાભ, ઉપર–ઉપરને અને ક્ષણિક છે.
જુદા-જુદા લોકો પાસે આપવાનું પણ જુદ-જુદુ હોય છે. કેઈની પાસે વિચારે, કેઈની પાસે કલા, કેઈની પાસે શકિત, તે કોઈની પાસે પ્રતિભા હોય છે. અને જે વિચારક, કલાકાર, શક્તિશાળી કે પ્રતિભાશાળી ન હોય, તે પણ આપી શકે એવું ઘણું છે. કદર કરવી, રસ લે, સહાનુભૂતિ ધરાવવી, ઉત્તેજન આપવું, આદર કર, શાબાશી આપવી આ અને આવી પણ આપવા જેવી ઘણી-ઘણી વસ્તુઓ છે. પિસા કરતાં તે વધુ કાર્ય કરે છે અને વ્યાવહારિક જીવનમાં પણ તેની સફળતા અભુત હોય છે.
પ્રતિક્ષણે પ્રદાન કરવાની તકે જીવનમાં આવે જ જાય છે. એમાંની એક પણ તક ચૂકવી ન જોઈએ. ઉર્મિ ઉઠતાની સાથે જ તરત દાન અને મહાપુય આ નિયમ અપનાવી લેવો જોઈએ.