________________
૬૬૮
આત્મ-ત્યાનને પાયો આપવાની વસ્તુ નાની છે. એમ ધારી ખચકાવું ન જોઈએ. પ્રેમથી આપેલી નાની વસ્તુ પણ મહાન સદ્દભાવનું વહન કરી શકે છે. સદ્દભાવ વિનાના લાખ રૂપિયાના દાનથી પણ તે અધિક છે.
પ્રદાન કરવાની તક જગતમાં તે નથી, ભૂખ્યાને અન્ન જોઈએ છે, તરસ્યાને પાણી જોઈએ છે. માંદાને ઐાષધ જોઈએ છે, દુઃખીઓને દિલાસે જોઈએ છે. કલાકારોને પિતાની કલાના રસિયા જોઈએ છે. જ્ઞાનીઓને જિજ્ઞાસુ જોઈએ છે. વક્તાઓને શ્રેતા જોઈએ છે.
આ બધાને જે જોઈએ છે. તેમાંનું આપણી પાસે શું કાંઈ પણ નથી? અવશ્ય છે. તે વિવેક પૂર્વક આપવાથી ઉભય-પક્ષને લાભ થાય છે.
આપણે આપીએ છીએ તે જ વખતે આપણા વ્યક્તિત્વને વિકસાવીએ છીએ. અને જેને આપીએ છીએ. તેને ચગ્ય ભૂમિકા પૂરી પાડી તેના વ્યક્તિત્વનું પણ સંવર્ધન કરીએ છીએ.
આમ, આ દાન-પ્રદાનના સંવાદથી પરસ્પર પ્રેમ ઉત્પન્ન થાય છે અને જ્યાં પ્રેમભાવ પ્રગટયો હોય ત્યાં બીજું શું જોઈએ? પ્રેમના બળે બધું જ આપ મેળે આવી મળે છે.
જીવનને ટકાવી રાખનારી શ્વાસેચ્છવાસની ક્રિયા પણ દાનના આગવા મહત્વને બિરદાવી રહી છે તે શે ભૂલાય?
માનવતા અને દિવ્યતા
આજે એક વિચિત્ર-વાયરો વાઈ રહ્યો છે?
પેટ પૂરતુ અન્ન ન મળતું હોય, અંગ ઢાંકવા પૂરતાં વચ્ચે ખરીદવાની શક્તિ ના હોય અને ખાવાને પૂરાં દૂધ-ઘી પણ ન મળતાં હોય, તેવા માણસે દેવને નવેવ ધારાવવાની અને દેવ સમક્ષ ધૂપ-દીપ જળાવવાને આગ્રહ કેમ છોડતા નહિ હેય?
પિતાનું ઘર સમારવાને જેની પાસે ધન નથી તેવા માણસે દેવમંદિરમાં આરસ જડાવવાનું અને નકસી કતરાવવાનું મન કેમ કરતા હશે?
આવા પ્રશ્નો ઘણાના દિમાગમાં ઉઠે છે પણ તેના ઉત્તરો તેમને જડતા નથી તેથી હતાશ થઈને તેઓ દેવની, દેવમંદિરની અને દેવપૂજાની પેટ ભરીને નિંદા કરવાને અવળો માર્ગ લે છે. અને પોતાની જાતને સુધારકમાં કલ્પીને એક પ્રકારને મિથ્યા અહંકાર સેવે છે.
માનવ, માનવ તરીકે ભલે જન્મે છે, પણ તેને માનવ રહીને જ મરવું કે માનવ જન્મમાં દિવ્યતા તરફ જવાનો પ્રયત્ન કરતાં-કરતાં મરવું-એ એક પ્રશ્ન છે ભલે તે એક માનવ તરીકે જન્મે અને માનવ સહજ અપૂર્ણતાને ટાળી ન શક્ય હોય,