________________
૬૬૨
આત્મહત્યાનને પાયે, જાય છે. આ સારૂં કે તે સારૂ–એવી અનિશ્ચિતતા તેના મનમાં પેદા થાય છે. સંદિગ્ધ મૂલ્યની ઘૂમરીમાં તે ચકર-ચાકર ફરે છે અને અંતે-ભ્રષ્ટ–તતભ્રષ્ટ જેવો બની કશુંય સિદ્ધ કરી શક્તા નથી.
કેટલાક લોકો તે પોતે જે કરે છે, તે જ મૂલ્યવાન છે અને એજ એક સાચે માગે છે–એવું માની લઈ, બીજ એવી રીતે કેમ વર્તતા નથી, તેનું આશ્ચર્ય વ્યક્ત કર્યા કરે છે.
દરેકને પોતાની બુદ્ધિમાં બંધ બેસતા થાય, તેવા સુખ અને ભોગના મૂલ્ય મૂલવવાની છૂટ હેય, એમ કદાચ માની લઈએ. પરંતુ જે જીવન તેમણે અનુભવ્યું નથી, અથવા તે જે બાબતે તેમની દષ્ટિ મર્યાદાથી બહારની છે, તે વિશે મૂલ્ય ઠરાવવાનું કામ તેમનું નથી એ કામ દષ્ટાઓનું, ચિતકોનું અને વિશ્વના અંતિમ રહસ્યોના જાણકાર મહાત્માઓનું–મહર્ષિઓનું છે.
કુવામાંના દેડકાની જેમ પોતાની સ્થિતિને ઊંચી ગણી, દરિયાના અજ્ઞાનથી બીજ સર્વને નીચા ગણી, જે જોયું નથી કે અનુભવ્યું નથી, તે કનિષ્ટ જ છે અને પોતાનું વિલાસનું, સત્તાનું કે આમોદપ્રમેહનું જીવન જ શ્રેષ્ઠ છે, એવું ઠસાવવા મથવું તે વાંધાભર્યું છે.
આપણે આપણી જીભને પસંદ પડે તે ભોજન લઈએ પણ તેથી તે કાંઈ પૌષ્ટિક અને ઉપકારક જ ગણાય નહિ. આપણે ભલે આપણી રીતે જીવીએ, પણ તેને કાંઈ શ્રેષ્ઠ જીવન તરીકે મૂલવી શકાય નહિ.
જેને વૈભવ જોઈતા હય, જેને સત્તાની જરૂર હોય, અથવા જેને જે કાંઈ અભિલાષા હેય, તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને તેમાં સફળ પણ થાય, પરંતુ તે બધાનું અંતિમ વિકાસની દૃષ્ટિએ શું સ્થાન છે કે શું મૂલ્ય છે? તેના વિશે સંદિગ્ધતા કે અનિશ્ચિતતા રાખવી એગ્ય નથી.
હજી કઈ પોતાની માની લીધેલી મહત્તાને ભ્રમ એવી શકે અને હલકા જીવનને બહુ મૂલ્ય ગણાવી શકે, પરંતુ સમાજમાં આવી સ્થિતિ ચાલવા દેવી, એ ભયંકર બાબત છે.
જે મહાન આત્માઓએ પોતાનું સમગ્ર જીવન ચિંતનમાં ગાળ્યું છે, જેમની દ્રષ્ટિ ત્રણ કાળને આવરી લે,–તેવી વિશાળ છે, જેમની પાસે અંતિમ રહસ્ય પામવાનું અંતઃકરણ છે, જેમણે સત્યને સાક્ષાત્કાર કર્યો છે, તેવી વિભૂતિઓને જ આપણી સંસ્કૃતિનાં, જીવનનાં અને નીતિમત્તાનાં મૂલ્ય ઉચ્ચારવાને અધિકાર છે. તેમાનાં આપેલાં મૂલ્ય જ સ્વીકારી શકાય અને તેને પ્રચાર, અસંદિગ્ધ ભાષામાં કરી શકાય.
મૂલ્ય, નિશ્ચિત અને સ્પષ્ટ રીતે મૂલવવા જોઈએ. પછી જેને જેમ કરવું હોય તેમ કરે. એને નતીજે એને ભગવો પડશે.