________________
જીવન મૂલ્યની અકણી
૬૬૧ નાની બાબત તત્વતઃ નાની છે, એમ સમજી તેના તરફ બેદરકાર રહેવું, એ સૂથમ દષ્ટિની ખામી સૂચવે છે.
નાની બાબતે, માટી બાબતના અવય સ્વરૂપ છે એમ માની તેમના તરફ વધારે કાળજી રાખવી–એ જ સાચી દષ્ટિ છે.
“યથા પિંડે તથા બ્રહ્માંડે' એ ન્યાયે નાની વસ્તુઓને સમજનાર મોટી વસ્તુઓને આપોઆપ સમજી શકે છે. પિતાને સંપૂર્ણ ઓળખનાર આખા વિશ્વને સહેલાઈથી ઓળખી લે છે એટલા માટે જ આત્મજ્ઞાનને સર્વથી શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું છે.
જીવનની પ્રત્યેક ક્રિયાને સૂક્ષમ રીતે સમજવા તેમાં શુદ્ધિ, સમજ અને સરળતા લાવવા જોઈએ. કેમ બોલવું ? કેમ ચાલવું ? કેમ બેસવું ? કેમ ઉઠવું ? કેમ ખાવું ? કેમ પીવું ? એવી નાની-નાની જણાતી ક્રિયાઓ જ સંસ્કૃતિના પાયાની ઈટે છે.
નજીવી જણાતી બાબતને પણ બુદ્ધિ અને અંતઃકરણમાં કેન્દ્રિત કરે ! સમગ્ર શક્તિ વડે જનારને, વિચારનારને અને આચરનારને જ તેમાં મહાનતાનાં દર્શન થશે!
નજર જાડી થાય છે, એટલે પાસે પડેલી સોય પણ દેખાતી નથી, તેમ જાડી બુદ્ધિવાળાને જીવનની નાની-નાની બાબતે ધ્યાનમાં આવતી નથી. એટલે તે ઢંગધડા વગરના જીવનને ભાર વેંઢારીને સંસ્કૃતિ-પષક ગુણથી વંચિત રહી જાય છે.
કેમ જમવું અને કેમ ચાલવું-એ પણ એક કળા છે. જેના વડે જીવન કેળવાય છે અને સુઘડતા, સુસંવાદિતા અને સુસંસ્કારિતા ધારણ કરતું થાય છે.
નાની ગણાતી બાબતેમાં જીવનની કેળવણીની માટી તેમજ મહત્વની વાતે રહેલી છે.
જીવન મૂલ્યોની આંકણું મનુષ્ય જેવું મૂલ્ય આંકી શકે છે, તે તે થાય છે. જે વસ્તુને તે કિંમતી ગણે છે, તે વસ્તુને મેળવવા માટે તે મથે છે. જે સ્થિતિને તે મૂલ્યવાન ગણે છે, તે સ્થિતિએ પહોંચવા તે પ્રયાસ કર્યા વિના રહી શકતો નથી.
જેના આદર્શો નીચા છે, તે નીચે પડે છે. જેના આદર્શો ઊંચા, તે ઊંચે ચઢે છે.
જે મનુષ્ય પાસે મહાન મૂલ્ય જ નથી, તે પશુ સમાન છે. અને જેના મનમાં મૂલ્ય વિશે નિશ્ચિત આંકણી નથી, તે સઢ-સુકાન વગરના વહાણની જેમ ડેલ ડેલા થઈ દુર્ગતિ પામે છે.
ઘણીવાર મનુષ્યની બુદ્ધિ મૂલ્ય સમજે છે, પણ તેમાં તેને શ્રદ્ધા હોતી નથી. એટલે નવા-નવા સંપર્કોથી તેમજ અવનવા વિચારતેથી તેના મૂલ્યાંકને ડહેલાઈ