________________
૬૬૦
આત્મ-હત્યાનને પાયો સત્સંગ પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડી મનુષ્યના સદ્દભાવને જગાડે છે, અને એના દ્વારા મનુષ્ય નવી-ભૂમિકામાં પ્રવેશ કરે છે.
લોકે માત્ર બેધથી જ ભાગ્યે જ સુધરે છે. તેમને પ્રવૃત્તિમાં પ્રેરનારા પ્રગટ આદશનું દર્શન પણ વધુ જરૂરી છે. બાળક પાસેથી તેના હાથમાંનું રમકડું ત્યારે જ છોડાવી શકાશે, કે જ્યારે તેને તે રમકડા કરતાં અધિક આકર્ષક રમકડું આપવામાં આવશે.
આમ, સન્માર્ગનું દર્શન કરાવ્યા વિના, કુમાર્ગો છોડાવવા પ્રયત્ન, રેતી પીલીને તેમાંથી તેલ કાઢવા જે વ્યર્થ નીવડે છે.
કેવળ બંધ નહિ, પરંતુ બેધદાતાનું તથા પ્રકારનું જીવન જ સંસ્કારનું ખરેખરૂં પ્રેરણા સ્થાન છે.
આજકાલ કહેવાતા અનેક સુધારકે જાત-ઉદાહરણથી તે દુર્ગુણ શીખવે છે અને ધ આપીને સદ્દગુ સિચવા મથે છે, એ કેવું વિપરીત છે? - બીજાઓને સુધારવાની ઇચ્છાવાળાએ જાતે સુધરવાની પહેલી જરૂર છે, કેવળ બેધથી કેઈ સુધરે નહિ. સુધારવાને સરળ ઉપાય જાત-ઉદાહરણ છે.
જે પિતામાં હોય નહિ, તે પરમાં કઈ રીતે સિંચી શકાય ? જીવદયાપાલનને ઉપદેશ કરનાર પોતે જે જીવદયા ન પાળતું હોય તે તેના તે ઉપદેશની અસર કાગળના કુલ જેવી ગણાય. આચરણ સાથેને ઉપદેશ, જીવનને સુધારવાને સચોટ ઉપાય છે.
જીવનની કેળવણી
ઘણા ખરા લોકો હંમેશાં મોટી બાબતે તરફ દોડે છે અને નાની બાબતો વિસરી જાય છે. તેઓ સમાજના, દેશના અને વિશ્વના ભારેખમ વિચાર કરે છે અને પિતાના કુટુંબીઓના અને ઘરના સીધાસાધા વિચારો કરવાનું વિસરી જાય છે, મેટા ઝળે, શાસ્ત્રો અને ઈતિહાસમાં ગૂંચવાયા કરે છે અને નાની નેધપોથી, દિનચર્યા અને દરજની વાતે વિસરી જાય છે, આદર્શોને જંગલમાં રખડે છે અને વાસ્તવિકતાની કેડીઓને છોડી દે છે.
આ ગુણ નથી પણ દે છે સ્કૂલ બુદ્ધિનું આ વિપરીત પરિણામ છે.
મેટી વસ્તુઓ હંમેશાં નાની વસ્તુઓમાંથી બનેલી હોય છે. મોટું સરોવર નાનાં ટીપાઓથી બનેલું હોય છે.
મહાન વસ્તુઓ પ્રથમ નાની જ હોય છે. સાગર જેવી ગંગા, પ્રથમ ગંગોત્રીની નાની ધાર જ હોય છે. વડનું મોટું વૃક્ષ, પ્રથમ નાનાં બીજ રૂપે હોય છે.