________________
૫
આત્મ-ઉત્થાનના પાયા
વિચાર અને વન
સારા પાક ઉતારવા હાય તા સારા બીજ મેળવવા ોઈએ. જમીન ગમે તેટલી ફળદ્રુપ ાય, હવાપાણી ગમે તેટલા અનુકૂળ હાય, ખેડૂત ગમે તેટલા ઉદ્યમી હોય, તા પણ સારા ‘બિયારણ' વિના સારા પાક ન ઉતરી શકે ! જેવું બી હાય, તેવું જ ફળ આવે.
વિચારા અને ભાવના એ જીવનના ‘બિયારણ ' છે. ઉત્તમ વિચાર કે ઉન્નત ભાવના એ ઉત્તમ બી જેવા છે.
આખા દિવસ વૈતરૂ કરવાથી કે ઘાંચીના બળદની જેમ યંત્રવત્ પ્રવૃત્તિમાં ખેતરાયા રહેવાથી જ ઉત્તમ ફળ મેળવી શકાતા નથી. વનની કિંમત ઘણી છે, પણ વિચારની કિંમત ભૂલીને નહિ.
સારા ખેડૂત પ્રથમ ઉત્તમ પ્રકારનું ખી મેળવશે. પછી તેને વાવશે અને સારૂ' ખાતર આપશે. પછી પાણી પાઈને માલ તૈયાર કરશે. માલને કણસલાં આવશે, ત્યાં સુધી તેનું જતન કરશે. આજુબાજુ નિંદામણ કરશે. અને સદા જાગૃત રહી પાક લણવા સુધી ધીરજ ધરશે.
વિચારરૂપી બી ઉત્તમ હાય તા પણ તેને વાવ્યા વગર કે ઉછેર્યાં વગર કશું નિષ્પન્ન થવાનું નથી. વિચારને વતનમાં પરિણુમાવ્યા વિના તેને યથાય મહત્તા મળતી જ નથી. તેમ છતાં ‘ખી' તે તે। ‘બી' જ છે, તે ભૂમિમાં પડથુ' નથી, ત્યાં સુધી કાંઈ નિષ્પન્ન થતું નથી, એ વાત સત્ય છે, તા પણ તેનામાં અમાપ શક્તિ તા રહેલી જ છે,
સારૂં' ‘ખી' પણ કોઇ સારા વનરૂપી છેાડના કણસલામાંથી જ છૂટું પડેલું છે. આ રીતે વિચાર અને વંન વસ્તુતઃ એક જ વિકાસ ચેાજનાના બે જુદા-જુદા છેડા છે. વિચાર કે ભાવના એ પણ એક પ્રકારનું કાય જ છે, તેથી તેનુ' પણ કારણ શેાધવું જોઇએ. એ કારણ, પૂર્વ જીવનકાળના વતન સિવાય બીજું કાંઈ નથી.
જીવનરૂપી ખેતરમાં ઉત્તમ પાક પકવવા ઈચ્છનારે ઉત્તમ વિચારોની કિંમત જેમ આછી નહિ આંકવી જોઈએ, તેમ ઉત્તમ વિચારોની કિંમત આંકનારાઓએ ઉત્તમ વનની પણ તેટલી જ કિંમત આંકવી જોઈએ.
ઉત્તમ વિચાર અને ઉત્તમ આચાર, ઉભયના યથાથ-સમન્વય, આદશ જીવન'માં જ પરિણમે છે!
卐