________________
આદશ અને વ્યવહાર :
આદર્શ અને વ્યવહાર:
આપણે વ્યક્તિરૂપે એક છીએ, પણ જીવન બે જીવીએ છીએઃ એક વ્યવહારનું પ્રત્યક્ષ જીવન છે અને બીજુ ભાવના અને આર્ગોનું પણ જીવન છે. તેને જે ઘડિયાળની ઉપમા આપીએ, તે પ્રત્યક્ષ જીવન એ ઘડિયાળનું ડાયલ અને કાંટા છે. અંદરના ચક્રો અને યંત્રો એ પક્ષ જીવન છે.
અંદરના જીવનની ગતિ, બહારના જીવનના કાંટા બરાબર ફેરવે નહિ, ત્યાં સુધી જીવન-ઘડિયાળ નકામું! ડાયલ અને કાંટા હોય, પરંતુ અંદરનું યંત્ર-કામ ન કરતું હોય તેય તે નકામું બની રહે.
બહારનું વ્યવહારીક જીવન અને અંદરનું ખાવાનાત્મક જીવન, આ બે વચ્ચેનું અંતર, વિરહની વેદનાની જેમ અતિ દુઃખદાયક હેવું જોઈએ. જેને ઝંખીએ, તેને પામીએ નહિ, તે તૃપ્તિ કેવી રીતે થાય?
અંદરનું જીવન હૈયું છે. તે બહારનું–વ્યવહારનું જીવન હઠ છે. જે હેયે ગીત હેય, તે તે હેઠે કેમ ન આવે?
શું કરવું જોઈએ? તેના ભાન વિના, જે કરીએ તે બધું નકામું. આદર્શો જાણીએ નહિ અને વ્યવહાર કર્યો જઈએ, અથવા તે આદર્શોની ઝાંખી કર્યા કરીએ, પણ આચરણ તદનુરૂપ ન રાખીએ, તે પણ બધું નકામું.
આદર્શ અને વ્યવહાર વચ્ચે રહેતું અંતર અંતઃકરણમાં ડંખવું જોઈએ, આતશ પ્રિયતમા છે. અને વ્યવહાર પ્રિયતમ છે. વ્યવહારરૂપી પ્રિયતમ આશરૂપી પ્રિયતમાને મળે નહિ, ત્યાં સુધી તેને ચેન કેમ પડે? ન જ પડે.
ચાહવા જેવા આદર્શો હેવા તે ધન્ય છે, છતાં એના વિરહમાં, વિરહના આંસુ સારવા એ વધુ ધન્ય છે ! એમાં દર્દ છે, પણ એય વધુ મીઠું છે. આદર્શને પામવાની ક્ષણે નિકટ આવતી જાય એ ધન્યતર છે, પરંતુ એ આદર્શમાં જ્યારે વ્યવહારીક જીવન વિલીન થઈ જાય, ત્યારની સ્થિતિ તે ધન્યતમ હોય છે !
ઉચતમ આદર્શને વરવાની તીવ્રતમ તાલાવેલીને તાલબદ્ધ રીતે પ્રતિવનિત કરતા જીવન વડે જ મોંઘામૂલો માનવભવ સાર્થક થાય છે. આટલી વાત કાળજે કતરી રાખીએ!
આ. ૮૩