________________
૪૮૩
સાધુ જીવનની સુગંધ
મિચ્છાકાર” સામાચારી એમ શીખવે છે કે, પિતાની નાનામાં નાની ભૂલ પણ બીજાના કહેવાથી કે પિતાની મેળે જાણવામાં આવે તે તેનું વિના વિલંબે, કશા પણ ખચકાટ સિવાય, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવું જોઈએ. “તહકાર' સામાચારી એમ શીખવે છે કે, રત્નાધિક (વડીલ મુનિ) કે ગુરુ તરફથી જે કાંઈ ફરમાન થાય, તેને તે જ ક્ષણે તથતિ” (તહત્તિ) શબ્દ કહીને સ્વીકારી લેવું જોઈએ અને પૂર્ણ કરી આપવું જોઈએ.
આ ત્રણ સામાચારીનું આંશિક (વાચિક અને વ્યાવહારિક) પાલન પણ કેટલું પ્રભાવશાળી નીવડે છે. તે આજની રાજસત્તા, તેને અધિકારી વર્ગ કે સમગ્ર અગ્લિ પ્રજાના ચાલુ ભાષાના શબ્દ-વ્યવહાર ઉપરથી પણ સમજી શકાય છે. વર્તમાનમાં સર્વત્ર ત્રણ સમાચારીનું પાલન
પિતાના નેકરને કે આશ્રિતને પણ કોઈ કાર્ય કરવાનું ફરમાન કરતાં પહેલાં, અધિકારી શરૂમાં “લીઝ” (please ) અને તે કામ પૂરું કરાતાં “થેંકયુ” (Thank you) શબ્દને જે પ્રયોગ કરે છે, તે “ઈરછા ” સામાચારીનું જ જાણે આંશિક અનુકરણ હેય તેમ પ્રતીત નથી થતું?
જાણતાં કે અજાણતાં પણ પિતાની ભૂલ થતાંની સાથે પ્રજાતા “વેરી સૌરી” (Very sorry) અને “આઈ બેગ ચેર પાઈન” I beg your parden) યા “પ્લીઝ એક્યૂઝ મી” (Please excuse me) વગેરે શબ્દોના પ્રયાગ એ “મિચ્છા” સામાચારીનું જ જાણે આંશિક અનુકરણ હેાય તેમ નથી લાગતું?
“આપને પૂર્ણ આશાંકિત સેવક” (Your most obedient servant), “આપને વિશ્વાસુ” (Your faithfully) વગેરે શબ્દ “તહકાર' સામાચારીની આંશિક ઝાંખીરૂપ નથી જણાતાં શું?
શરમાત્રથી જ્ઞાનીઓના માર્ગનું આંશિક અનુકરણ પણ વ્યવહારની કેટકેટલી મુશ્કેલીઓને હઠાવનાર થાય છે, તે આજે પ્રત્યક્ષ છે.
તે જે ત્રણ સામાચારીનું પાલન, અનંતરાની શ્રી તીર્થકર દેવોની અનુપમ હિતકર આઝા સ્વરૂપ માનીને મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક પ્રત્યેક પળે જે મુનિજીવનમાં થતું હોય, તે મુનિજીવનની મહત્તા, ગુણકારિતા કે સુખકરતાનું વર્ણન કોણ કરી શકે ?
- સાધુજીવનની સુગંધ તરીકે “ઈચ્છાકાર ”, “મિચ્છાકાર” અને “તહકાર” રૂપ ત્રણ સામાચારીના ભાવપૂર્વકના પાલનને અહીં આપણે જણાવવા માગીએ છીએ, તે તે વાત શાચ, યુક્તિ તેમજ અનુભવસિદ્ધ છે. અને બુદ્ધિથી થોડો વિચાર કરવામાં આવે તે સર્વ કેઈ ને માન્ય થઈ શકે તેવી છે.