________________
પ૭૨
માત્મ-ઉત્થાનને પાયે
- ત્યાર બાદ આસન પ્રાણાયામ વડે દેહ અને પ્રાણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાનું હોય છે. પ્રત્યાહાર વડે ઈન્દ્રિય અને મનને વિજય પ્રાપ્ત કરવાનું હોય છે. બુદ્ધિના વ્યાપાર અને અહંકારભાવને વિજય અંતે ધ્યાન અને સમાધિ વડે સિદ્ધિ થાય છે, ધ્યાને ઋતંભરા પ્રજ્ઞા અને કૈવલ્યદશા પ્રગટે છે.
પ્રિયતમ પ્રભુને વિગ અતિશય વસમું લાગતાં યોગની તાલાવેલી આ ક્રમે સાકાર બને છે.
પરમાત્મા સાથે આત્માનો રોગ પરમાત્માની સાથે આત્માને વેગ કરાવી આપે તે યુગ છે.
જેઓ ઉજજડ ભાગને વસાવે છે અને વસેલા ભાગને ઉજજડ કરે છે, તેવા ગીએ ધન્યવાદને પાત્ર છે.
યેગના અભ્યાસીઓ નાસિકાથી નાભિ અથવા મૂલાધાર સુધીને જે પ્રદેશ પ્રાણવાયુના ગમનાગમનથી વસેલે છે, તેને ઉજજડ કરે છે અને નાસિકાથી સીધે બ્રહ્માસ્ત્ર સુધીને જે માર્ગ ઉજજડ છે જેમાં પ્રાણવાયુને માર્ગ બંધ છે, તે ઉજજડ માર્ગને વસાવે છે. અથવા તે માર્ગે થઈ પ્રાણવાયુ સ્વાભાવિક બ્રહરબ્ર દ્વારા નીકળે એવો રસ્તો બનાવે છે. આ ગીને માર્ગ છે.
જ્ઞાગમાં શુદ્ધાત્માનુભવના પરિણામોને સ્વસંવેદન જ્ઞાન દ્વારા સ્થિર કરવા તે ઉજજડ ભાગને વસાવવા બરાબર છે. અને મિથ્યાત્વાદિ વિકલ્પ જાળથી મનને પ્રદેશ નિરંતર વસેલું છે. આ વિભાવ પરિણામવાળા માર્ગ-પ્રદેશને સ્વસંવેદન જ્ઞાન દ્વારા ઉજજડ કર, તે વસેલા ભાગને ઉજજડ બનાવવા સમાન છે.
નાસિકાના બંને દ્વારથી શ્વાસોચ્છવાસ બહાર નીકળતું બંધ થઈને જે આકાશપ્રદેશમાં લય પામે છે. ત્યાં આવી શાન્ત જાગૃત દશામાં મનુષ્યને મેહ તૂટી જાય છે. મન પણ ત્યાં જ વિલય થઈ જાય છે.
પ્રાણ નાસિકા દ્વારને માર્ગ મૂકી દઈને અંદર લીધેલા શ્વાસોચ્છવાસરૂપે તાલુરબ્દ દ્વારા બહાર નીકળે તે આકાશ પ્રદેશમાં અર્થાત્ નિર્વિકલ્પ સમાધિમાં રાગાદિ વિકલ્પ જાળરૂપ–મેહનાશ પામે છે. વિકલ્પના આધારભૂત મન પણ ત્યાં વિલય પામે છે, અર્થાત્ વરૂપમાં લીન થઈ જાય છે.
જ્યારે આત્મા રાગાદિ પરભાવમાં નહિ પરિણમતાં કેવળ નિર્વિકલ્પ સમાધિમાં રહે છે, ત્યારે ઉરછૂવાસરૂપી વાયુ નાસિકાના બંને છિદ્રોમાંથી નીકળવાનું બંધ કરીને સાધકની પ્રેરણા વિના જ પિતાની સહજગતિએ તાળવાનાં મધ્યભાગમાં વાળના આઠમાં ભાગ