________________
અધ્યાત્મ-ગ
૫૭૧
અન્ય યંત્રે સિદ્ધ કરવાના હોય છે. જ્યારે શ્રી સિદ્ધચક યંત્ર તે દરેક માટે સ્વયં સિદ્ધ છે.
સંસાર ચક્રમાં ફસેલા જીવને, સિદ્ધચક્ર એ સર્વ શ્રેષ્ઠ આલંબન છે. અર્થાત્ સિદ્ધચક્ર, સંસારચક્રનું પ્રતિપક્ષી છે.
પાંચ ઈન્દ્રિના પાંચ વિષયમાં આસકત અને ચાર કષાયમાં ચચૂર જીવ જ્યારે શ્રી અરિહંત આદિ પંચ પરમેષ્ઠી અને દર્શન આદિ ચાર આત્મગુણને પક્ષકાર બને છે, ત્યારે તે આપોઆપ નિજ સ્વરૂપની શુદ્ધિને સાધતે સિદ્ધસ્વરૂપ બની રહે છે.
અધ્યાત્મચાગ અધ્યાત્મવાદ સર્વ મનુષ્યમાં બંધુત્વની ભાવના વિકસાવે છે, એટલું જ નહિ પણ છવધારીઓને એક જ સૂત્રમાં બાંધે છે. બધાનું મૂળ એક પરમાત્મામાં માને છે.
જ્યાં સુધી વ્યક્તિ પિતાને બીજાથી બિન સમજે છે, ત્યાં સુધી સંઘર્ષ છે. જ્યારે બીજાની સાથે તે અભેદને સ્વીકારે છે, ત્યારે બધા ફલેશોનું મૂળ નાશ પામે છે. એક અધ્યાત્મ દષ્ટિ જ તે માટે સમર્થ છે.
વિજ્ઞાનમાં “જનું મહત્ત્વ છે. અધ્યાત્મમાં દર્શનનું મહત્ત્વ છે.
યોગનો અર્થ વૃત્તિ નિરોધ સાથે બ્રહ્મને સાક્ષાત્કાર છે. ચિત્ત જ્યારે સર્વથા નિરુદ્ધ બને છે, ત્યારે બાહ્ય જગતથી સંબંધ કપાઈ જાય છે અને અંતરમાં રહેલ દેવત્વ પ્રગટ થાય છે.
મનુષ્યને વ્યવહાર બાહ્ય સ્થિતિઓથી પરિચાલિત છે. તેથી જગૃત અવસ્થાને તે વાસ્તવિક માને છે તથા સ્વપ્ન અને સુષુપ્તિને અવાસ્તવિક માને છે.
ગસાધના વડે મનુષ્ય બાહ્ય સ્થિતિઓને સુષુપ્તિ અને સ્વપ્નની જેમ જુએ છે અને વૃત્તિ નિરોધ વડે તેનાથી પૂર્ણપણે નિસંગ બની જાય છે. દેશ-કાળ અને કાર્ય– કારણ સંબંધથી પર બની જાય છે. પિતાને સીમિત મટીને નિસીમ અનુભવે છે. તે વખતે તેનામાં દિવ્ય સામર્થ્ય પ્રગટે છે. જે વ્યક્તિગત અનુભવની વાત હોવાથી શબ્દો વડે વર્ણવી શકાતી નથી.
પ્રત્યેક મનુષ્ય અમુક સીમા સુધી એગી છે. અભ્યાસ અને વૈરાગ્ય વડે તે સીમાનું જેમ-જેમ ઉલંઘન થતું જાય છે, તેમ-તેમ તે નિસીમ બનતો જાય છે.
યોગના ચરમ લય સુધી પહોંચવા માટે સરળ અને નિષ્કલંક જીવન પ્રથમ સાધન છે. કામ, ક્રોધ અને લેભ વડે થતા અસત્ય, હિંસાદિ વ્યાપારોને ત્યાગ અને ગની ચરમ સીમાએ પહોંચેલની ઉપાસના–એ આવશ્યક શરત છે.