________________
૫૯૨
આત્મ-ઉત્થાનનો પાયે સરાગી તારી ન શકે
આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે એ વિચારવું જોઈએ કે સરાગીની પણ પૂજા અને અબ્રહ્મચારીની પણ સેવા ફળદાયી થતી હોય તે તેવી પૂજા અને તેવી સેવા, આજ સુધી જગતમાં કોણે અને ક્યારે નથી કરી?
સહુ કેઈ, કેઈ ને કોઈ બીજા સરાગી ઉપર પ્રેમ, ભકિત કે વાત્સલ્યભાવ ધરાવે જ છે. અને તે કારણે તેની શુશ્રુષા કે આજ્ઞાપાલનાદિ કરે જ છે.
ક પિતા પિતાના પુત્ર ઉપર, કઈ માતા પિતાની પુત્રી ઉપર અને યે પતિ પિતાની પત્ની ઉપર પ્રેમ ધારણ કરતે નથી? અને તે પ્રેમના વેગે અનુક્રમે પુત્ર, પુત્રીને પત્નીની સારસંભાળ કે સેવા કરતા નથી?
એ જ રીતે કે પુત્ર પિતા ઉપર, કઈ પુત્રી માતા ઉપર અને કઈ પત્ની પતિ ઉપર પ્રેમ કે ભકિત ધરાવતાં નથી ? સહુ કે ઈ ધરાવે છે. અને તદનુસાર સેવા શુશ્રુષાદિ પણ કર્તવ્યબુદ્ધિએ કરે છે.
હિંસક પશુપક્ષીઓ પણ પિતાના સંતાનાદિ પ્રત્યે વાત્સલ્યભાવવાળા હોય છે. અને તેની રક્ષા, સંવર્ધનાદિના કાર્યમાં સદા અપ્રમત્તપણે તત્પર રહે છે.
માતાપિતા ઇત્યાદિ ઉપર ભકિતભાવ ધારણ નહિ કરનાર સંતાને કે સંતાનાદિ ઉપર વાત્સલ્યભાવ ધારણ નહિ કરનારાં માતાપિતાદિ આ સંસારમાં નથી હોતાં એવું નથી. તેમ છતાં તેઓ પણ વસ્નેહી, સ્વજન આદિને છોડીને અન્ય નેહી, સ્વજન આદિ ઉપર સ્નેહ, પ્રેમ કે વાત્સલ્યભાવ ધારણ કરનાર હોય જ છે. અને તેમના એક પણ વીતરાગ હતા નથી, કિન્તુ સરાગી હોય છે. - જે સરાગીની સેવા, ભકિત કે પૂબ િવગપવર્ગનાં સુખાદિ આપતાં હોય તે થોડાક જ છે નરક આદિ દુબેને અનુભવનારા આ વિશ્વમાં રહ્યા હતા.
પણ આ વિશ્વનું પ્રત્યક્ષ દર્શન એનાથી સર્વથા વિરુદ્ધ પ્રકારનું છે. વીતરાગ અને વીતરાગની પૂજાને ભૂલીને, સમગ્ર વિશ્વ સાગીની પૂજા પાછળ પડેલ છે.
કેઈક વિરલ આત્મા જ સરાગીની પૂજાને છોડીને, વીતરાગ કે વીતરાગતાની ભકિતની પાછળ લાગેલે દેખાય છે. તે પણ દિલથી નહિ પણ દ્રવ્યથી, માત્ર દેહવ્યાપારાદિથી જ મોટે ભાગે હોય છે.
દ્રવ્ય-ભાવ અને બાહ્ય-અત્યંતર ઉભયથી વીતરાગની કે વીતરાગતાની ભકિતની પાછળ મન, વચન, કાયા અને સર્વસ્વનું સમર્પણ કરનારા જીવ વિરલ જ દેખાય છે. તે જ એમ બતાવે છે કે જગતના દુઃખનું બીજ સરાગીનું મરણ અને વીતરાગનું વિમરણ છે.