________________
વસ્તુ અને વાસને
૬૧૦ એ ભાવનાને મનમાં વારંવાર લાવવી પડશે. એ ભાવનાના પુદગલે ચાર રાજકમાં ફેલાઈને સર્વત્ર શાતિને પ્રસાર કરશે.
“વિશ્વમાં શાતિ પ્રસારનાર ભાવનાને અને શાન્તિ વરસાવનાર શ્રી અરિહંત પરમાત્માને વિજય થાઓ.” આ મહામંત્રનું જેઓ રટણ કરશે તેઓ ચિત્તની સમાધિ પામશે. સમાધિનું સુખ મેળવશે. અને શાશ્વત શાંતિનો અનુભવ કરશે.
વસ્તુ અને વાસના ઘરના આંગણે કચરે હેય એ ગંદકી ગણાય છે. એ જ ચરે ખેતરમાં ખાતર ગણાય છે; એ ન્યાયે ધન પણ સ્વયં પોતે સારું કે નરસું નથી, એ કયા સ્થાને વપરાય છે એ ઉપરથી તે સારું યા ખરાબ ઠરે છે.
શ્રી એ મોહીની રૂપે ભલે ભયંકર હોય, પણ માતા રૂપે મહાકલ્યાણિની છે. કીર્તિ એ કામના રૂપે ભલે કાળી નાગણ હેય કિંતુ સત્યની કાંતિ રૂપે પરમ સહામણી છે.
મતલબ કે, વસ્તુમાં પાપ નથી પરંતુ વસ્તુની વાસનામાં પાપ છે.
વસ્તુ જ્યારે કોઈની વાસનાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે વસ્તુ પાપ યા પુણ્યનું પ્રબળ નિમિત્ત બની જાય છે.
એકની એક વસ્તુને ભિન્ન ભિન્ન માણસે પિતાની આંતરિક મેગ્યતા અનુસાર જોતા, તેમજ મૂલવતા હોય છે. વસ્તુને તેનાં સ્વરૂપે જોવી, તે યથાર્થ દષ્ટિ છે. તે વસ્તુને વાસના, ઈચ્છા કે મમતા વડે જોવી એ મિથ્યાદષ્ટિ છે.
સંપત્તિને ભેગ અર્થે વાપરનારાઓને તેટે નથી, કિંતુ તેની સુચ્છથી મુક્ત રહીને જગત-કલ્યાણ અર્થે વાપરનારા મહાન સામર્થ્યને સજે છે, તેથી લકમી–એ દોષ નથી પણ આદશ વિનાના વાસનાગ્રસ્ત મનુષ્યના હાથમાં, તે દેષરૂપ, બંધનરૂપ કે સારહીન બને છે.
જે વસ્તુઓ વાસનાના સાધનરૂપે વિષને પ્રસારે છે તે જ વસ્તુઓ સત્યના સાધનરૂપ બને ત્યારે અમૃતને વરસાવે છે.
વસ્તુ તે તેની તે જ રહે છે, પણ તેના તરફ જે ભાવ હૃદયમાં હોય છે, યા જોતાં જે ભાવ તેના પ્રત્યે જાગે છે, તેવું વાતાવરણ માણસની અંદર-બહાર તે વસ્તુ સજે છે.