________________
૬૨૦
આત્મ-ઉત્થાનને પાયો ' અર્થના સ્વરૂપ (nature) ને વિચાર કરતાં તે બંગુર છે. સદા અસ્થિર અને ચંચલ છે. પ્રાપ્ત કરવા માટે ગમે તેટલે પ્રયાસ કરવામાં આવે તે પણ ભાગ્યનું સહકારી પારું હોય તેટલા જ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે, પ્રાપ્ત થયા પછી સંરક્ષણાદિની ચિતા ઉત્પન્ન કરે છે. સંરક્ષણ કરવા છતાં અચાનક ચાલી જાય છે, ત્યારે ચિત્તને અધિક સંતાપ આપે છે. આ પ્રાપ્તકાળમાં આધ્યાન કરાવે છે. પ્રાપ્તકાળમાં શૈદ્રસ્થાન કરાવે છે. વિયેગકાળે આર્ત-રૌદ્ર ઉભય પ્રકારના ધ્યાન વડે અસમાધિની વૃદ્ધિ કરે છે.
અને વિષય (subject) વિચારતાં સુવાણદિ વસ્તુઓ, એ અર્થ પુરૂષાર્થ વિષય છે. અને એ પુદંગલમય છે, પુદ્ગલની સ્થિતિ એક સરખી રહેતી નથી. તેમાં પરાવર્તન થયા કરે છે. તેનું મૂલ્ય પણ જરૂરિયાત-બીન જરૂરિયાત પ્રમાણ વધતું ઓછું થયા કરે છે. કઈ પણ યુગલ સ્વયં સુખરૂપ કે દુઃખરૂપ નથી. શુભ મુહૂગલ પણ પરિણામવશાત અશુભ બની જાય છે અને અશુભ પુદગલ પણ પરિણામવશાત્ શુભ બની જાય છે,
કારણના વશથી એક જ પુદ્ગલ એક વખત શુભ લાગે છે, પ્રજન મટયા પછી એ જ પુદ્ગલ ફરી અશુભ લાગે છે. પિતાના અભિપ્રાયથી અન્યને જે પુદગલ આનંદ આપનારૂં થાય છે, તે જ પુદ્ગલ બીજાને તેના અભિપ્રાયથી દુખ આપનારું પણ થાય છે, એકના એક પુદ્ગલ ઉપર જીવને કાલાતિ સામગ્રી પામીને રૂચિ-અરૂચિ ઉભય થતી પ્રત્યક્ષ અનુભવાય છે. એ કારણે કેઈપણ પુદ્ગલ જીવને નિશ્ચયથી ઈષ્ટ જ છે કે અનિષ્ટ જ છે એ નિયમ બાંધી શકાય એમ નથી. તેનું, રૂપું, હીરા, પન્ના, મોતી, માણેક, ધન, ધાન્ય, જમીન, જાગીર, દ્વિપદ, ચતુપદ, સૈન્ય, ગામ, રાજ્યાદિ સઘળી અર્થ સંપત્તિએ ભિન્ન ભિન્ન પ્રકારના મુદ્દગલમય છે તે જીવને સદા માટે એક સરખી રીતે ઉપકારક કે સુખકારક બની શકતી નથી. જુદા જુદા કારણવશાત્ તેની તે જ સામગ્રી ઉપર શુભાશુભ ભાવ થયા કરે છે, અને એ શુભાશુભ ભાવથી રાગી, દ્વેષી, બનેલ છવ કર્મબંધન કર્યા કરે છે, કર્મબંધનથી સંસાર એટલે જન્મ મરણની પરંપરા વધે છે, અને જન્મ મરણની પરંપરા એ જ સર્વ દુઃખનું મૂળ છે.
અર્થનાં કારણ, સ્વરૂપ અને વિષય એ ત્રણે આ રીતે જે જીવને દુઃખજનક જ છે તે તેનું ફળ પણ દુઃખકારક હોય એમાં પણ આશ્ચર્ય નથી. તે પણ એ અથથી જ કામ સામગ્રી પ્રાપ્ત થઈ શકે છે, એ કારણે કામે પગના અર્થી આત્માઓ આગળ પાછળના એ સઘળા કષ્ટોને અવગણીને પણ અર્થ પ્રાપ્તિની પાછળ મંડયા રહે છે. અને પાપ કરવામાં પાછું વળીને જોતાં નથી છતાં અર્થથી મળતાં કામગના સાધનો અને એ સાધનોથી મળતાં સુખને વિચાર કરવામાં આવે તે એ સુખના લેશની ખાતર ભૂત અને ભાવિમાં ઉત્પન્ન થતું મહાન કષ્ટ વેઠવા માટે કોઈપણ બુદ્ધિમાન તૈયાર ન જ થાય.