________________
૬૫૦
આત્મ-કથાનને પાયો
રાગ કઠોર છે. જ્ઞાન, કમળ છે. કઠોરતાને નાશ કોમળતા વડે થાય છે.
દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું છે. તેમાં શુદ્ધાત્માને મહિમા ગાય છે. તેને અનુભવની રીત બતાવી છે. નિશ્ચય-વ્યવહારને જણી, નિશ્ચય સ્વરૂપમાં આરૂઢ થવાનું છે.
કરચના શાશ્વત છે. તેમ તેને વર્ણવનારા શાસ્ત્રોની પરંપરા પણ અનાદિ-અનંત છે. તેનું જ્ઞાન કરનારી છે પણ શાશ્વત છે.
શબ્દ, અર્થ અને જ્ઞાન-એ ત્રણ સાથે રહેનારી વસ્તુઓ છે.
ચારે અનુયોગ દ્વારા વસ્તુનું વરૂપ સમજી શુદ્ધાત્માનું ધ્યાન કરવું એ ઉપદેશમાત્રને સાર છે.
વીતરાગ સ્વરૂપ અને શુદ્ધાત્માનું સ્વરૂપ એક જ છે.
આત્માના શુદ્ધ વીતરાગ સ્વરૂપમાં દષ્ટિની-ઉપગની એકાગ્રતા સાધવી, એ શુદ્ધોપદેશને સાર છે.
અધ્યાત્મયોગ ૧. ઉચિત પ્રવૃત્તિવાળા વ્રતધારી આત્માની મથ્યાદિ યુક્ત શાસ્ત્રોક્ત વિચારણા તે અધ્યાત્મ છે.
૨. ધાર્મિક પુરુષનું પ્રધાન લક્ષણ હેવાથી જપ એ પણ અધ્યાત્મ છે. ૩. ઔચિત્યાચન અને આત્મસ પ્રેક્ષણ એ પણ અધ્યાત્મ છે.
૪. દેવવંદન, પ્રતિક્રમણ અને મિથ્યાદિ ભાવનું ચિંતન એ પણ અધ્યાત્મ છે. ભાવના યોગ
આત્મચિંતન-અધ્યાત્મના સતત અભ્યાસથી ભાવના પેગ પ્રગટે છે.
દાન, શીલ, તપ અને ભાવ તથા દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મને સંગ્રહ અધ્યાત્મ યેગમાં છે.
જાપ વડે પાપરૂપ વિષને પરિહાર થાય છે. જાપ સંતુતિરૂપ હેવાથી મંત્ર દેવતાના અનુગ્રહને પાત્ર બનાવે છે. જપ એ ધ્યાનનું સાધન છે. સતત અભ્યાસ દ્વારા ધ્યાનરૂપે પરિણામ પામે છે. વીસ સ્થાનકાદિ તપોવિધાનમાં જપને અનિવાર્ય સ્થાન મળેલું છે.
નામ સ્તવરૂપ હેવાથી લેગસ સૂત્ર પણ મંત્રવરૂપ છે. તેથી પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયામાં વિહિત થએલ છે.