________________
આત્મ–ઉત્થાનના પાયે
સર્વ દેશ અને સ કાળમાં સર્વ જીવા સુખી થાઓ.' આ મુખ્ય ભાવના છે. એ ભાવના વડે આજ પર્યંત, જે જીવાને દુઃખી કર્યો છે, જે જીવાના સુખમાં વિધ્રો નાખ્યાં છે, જીવાને કષ્ટ આપ્યા છે, ઋષ્ટભાવ, અસૂયાભાવ, ક્રોધભાવ અને દ્રોહભાવ વડે જેમને દૃભવ્યા છે, તે સનું માનસિક પ્રાયશ્ચિત આ ભાવનાથી થાય છે.
૪૮
પાપે આચરીને મલિન બનેલું મન, આ ભાવનાઓથી નિમાઁળ બને છે. મન, વચન અને કાયાના ત્રણેય દ્વેષ! સેવ્યા છતાં ત્રણેમાં પ્રધાનતા મનની જ રહી છે. તેથી તેની શુદ્ધિ માટે, પ્રથમ મન વડે જ સનું સુખ ઇચ્છવાનુ' અને શક્રય સાગામાં વચન અને કાયા વડે પણ જીવાના સુખ માટે અને દુઃખ નિવારણુ માટે પ્રયત્ન કરવાના, એ પ્રયત્ન કરવાનું ખળ પેદા કરવા માટે પણ સૌથી પ્રથમ અને અનિવાય વસ્તુ, ‘શિવમસ્તુ સર્વજ્ઞળતઃ ।' ‘સર્વત્ર સુત્તીમવતુ જોજઃ ।' એ ભાવનાને ભાવવાની છે.
આ રીતે મલિન મનને નિમ ળ બનાવીને, એ ભાવનાની પરાકાષ્ઠાએ પહોંચેલાં શ્રી પ'ચપરમેષ્ટિ ભગવડતાનું ત્રિકાળ વિશુદ્ધભાવથી સ્મરણ કરવામાં આવે, તે તે સ્મરણમાં બાકીના કષાય, પ્રમાદ, અશુભ ાગ અને તુચ્છ વિષય પ્રત્યેની આસક્તિનું' નિવારણુ કરવાનું જે અચિંત્ય સામર્થ્ય છૂપાયેલું છે; એની પ્રતીતિ થાય.
ત્રણ કાળ (સવાર, બપોર અને સાંજ) ત્રણ ત્રણ વખત ‘શિવમસ્તુ સૂર્યનતા' એ ભાવનાપૂર્વક ખાર બાર વાર શ્રી નવકાર ગણવાથી, ગણનાર વ્યક્તિની, સમૂહની, સ`ઘના સ્થાપક શ્રી જિનેશ્વર દેવના તીથની, એમની આજ્ઞાની અને પ્રવચનની કેટલી માટી ઉન્નતિ અને પ્રભાવની વૃદ્ધિ થાય! પર'પરાએ કેટલાંયે આત્માએ માધિ-મીજની પ્રાપ્તિ કરી સદ્ગતિની પર પરાએ મુક્તિસુખના અધિકારી બને; એ હકીકત સહેલાઈથી સમજી શકાય એવી છે.
તાત્પય' એ છે કે મિથ્યાત્વ, પ્રમાદ, કષાય અને ચાગ સાથેના ગાઢ માનસિક સ'ખ'ધમાં રહીને જીવ, જગતનાં સર્વ જીવાનુ અહિત કરતા આવ્યે છે; અશુભ ચિતવતા રહ્યો છે અને પેાતાના સુખની ઘેલછામાં બીજના સુખની ઉપેક્ષા કરતા રહ્યો છે. પાપ, અશાંતિ અને પરાધીનતાવધ આ પ્રક્રિયાની પ્રબળ પકડમાંથી છૂટવા માટે આપણે, ચિત્તને સથા કલ્યાણુની ભાવના વડે વારવાર વાસિત કરવું જ જોઈએ અને આ ભાવનાની પરાકાષ્ટાએ પહેચિલા શ્રી પંચપરમેષ્ટિ ભગવ ́તાનુ હુ'મેશાં ભાવપૂર્વક સ્મરણુ કરવું જ જોઇએ.
આ ભગવ'તા, નિત્ય સ્મરણીય એટલા માટે છે કે, આપણે આપણાં અસલ આત્મસ્વરૂપને સતત સ્મરણમાં રાખીને ત્રણ જગતના બધા આત્માને જેવા, જાણવા અને ચાહવા રૂપ ધમ થી ભ્રષ્ટ થતા આપણે બચી જઈએ.