________________
૬૫૩
અધ્યાત્મ યોગ બધી આજ્ઞાએ આ મોટી આજ્ઞામાં સમાઈ જાય છે. અથવા બીજી બધી આરાએ આ મુખ્ય આજ્ઞાને પુષ્ટ કરવા માટે અને સરળ બનાવવા માટે છે.
ભક્તિને પરિણામે વિશ્વમત્રીની ભાવનાને જીવનમાં ઉતારવા અહિંસા, કરૂણા, સત્યપ્રિયતા વગેરે ગુણે વિકસવા જોઈએ. તથા દાન, શીલ, તપ અને ભાવ પ્રત્યે અભિરૂચિ અને એને જીવનમાં વણી લેવાની તાલાવેલી પ્રકટવી જોઈએ.
એક બાજુ પ્રભુની ભક્તિ થાય અને બીજી બાજુ મન, વાણી અને કાયામાં વિશ્વમૈત્રી અને દાનાદિ સત્ ક્રિયાઓ તથા બીજી ગુણ-સંપત્તિ વિકાસને ન પામે, તે તે ભક્તિ ખામી ભરેલી ય હસ્તી સ્નાન જેવી નિષ્ફળ (ગએલી) ગણાય.
ભક્તિના ફળરૂપે સદગુણવિકાસ અને સદાચાર નિર્માણ થવા જોઈએ. ભક્તિનું જીવંતપણું
ભક્તિનું જીવંતપણું વિચાર અને બુદ્ધિને લીધે છે. તેની (ભક્તિની શુદ્ધિ નિસ્વાર્થતાને લીધે છે.
કેવળ સ્વાર્થ, ભક્તિને પાંગળી બનાવે છે.
બાદ કઠોરમાં કઠોર તપ, અતિ ઉગ્ર દેહદમન કે કાયફલેશ અંતર્મુખ બનવા માટે છે. આંતરશુદ્ધિ પ્રગટાવવાના હેતુથી હોય તે ઉપયોગી છે.
જીવનશુદ્ધિ આણવા માટે થતે બાહ્ય તપ આદરણીય છે. તેથી તપેલા સુવર્ણ જેવી કાતિ ભક્તિમાં પ્રગટે છે. “ભક્તિ” એ શબ મટીને જીવનરૂપ બનવા માટે છે.
પોતાના દયેયની સિદ્ધિ માટે સહવું તે પરિવહ છે.
તપ, ત્યાગ અને પરિવહને ઉદ્દેશ ભક્તિને જીવંત બનાવીને આધ્યાત્મિક શાન્તિ અનુભવવી તે છે.
આધ્યાત્મિક શાન્તિ એટલે ફલેશે અને વિકાસની શાતિ. આક્ષેપરહિત ચારિત્ર
જીવમૈત્રી, જિનભક્તિ, સર્વવિરતિ, ફલેશ મુક્તિ, ચિન્માત્ર સમાધિ-અરિહંત ભક્તિનાં જ સુફળ છે.
હે નાથ! પરોપકારમાં એકાંતપણે મગ્ન અને પોતાના આશ્રયબદ્ધ કલેવર પ્રત્યે અત્યત નિષ્ફર એવી કરૂણાવિહીન કરૂણા ફક્ત તારામાં જ હતી.
હે નાથ! પિતાના હિંસક ઉપર પણ ઉપકાર કર્યો છે અને સ્વ-આશ્રિતની પણ ઉપેક્ષા કરી છે. તારૂં ચારિત્ર સહજ રીતે જ વિચિત્ર હોય, ત્યાં આક્ષેપને અવકાશ જ ક્યાં છે?
'