________________
ઉપયોગ ઉપગ્રહ
૩૯
એટલે અશુદ્ધ એવા સંસારી જીવાના પરમ શુદ્ધ પરમાત્મા સાથે પશુ જીવત્વના સબંધ છે જ. અને તે સ બધના કારણે તેની પરસ્પર ઉપગ્રાહકતા પણ છે જ. તે કઈ રીતે છે, તે હવે જોઇએ.
જે સમયે એક આત્મા સિદ્ધ થાય છે, તે જ સમયે એક આત્માના અવ્યવહારરાશિમાંથી ઉદ્ધાર થાય છે. અર્થાત્ એક આત્માનુ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આગમન થાય છે. એમાં એ સિદ્ધાત્મા જ પુષ્ટ નિમિત્તરૂપ બને છે.
એક આત્મા મુક્ત (સવ કમ રહિત) ન થાય, ત્યાં સુધી એક આત્માની અવ્યવહાર રાશિમાંથી મુક્તિ નથી થતી તે હકીકત જ શુદ્ધાત્મ સ્વરૂપની અચિન્હ શક્તિની પ્રતિપાદક છે.
આત્માના સહુજ શુદ્ધ સ્વરૂપને વરેલા સિદ્ધ ભગવંતે ભવ્યાત્માઓને સ્વ-શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના મહાન આદર્શ પૂરા પાડે છે તથા ધ્યાનાદિ દ્વારા સાધકના આત્મહિતમાં ધ્યેયરૂપે પરમ આલખનભૂત બને છે.
સિદ્ધ પરમાત્મા અનંત જ્ઞાનાદિ ગુણ્ણાના ભડાર છે. પૂજ્યતા, અનુગ્રહકારકતા, કરુણા, તારકતા આદિ ગુણ્ણા પણ એમનામાં છે જ, પણ આ ગુણ્ણાની અભિવ્યક્તિ ભક્તાત્મા દ્વારા કરાતાં આદર-બહુમાન, કીતન-પૂજનાદિથી થાય છે. એટલે તે ગુણ્ણાની અભિવ્યક્તિમાં ભક્તાત્મા નિમિત્ત બને છે અર્થાત્ પરમાત્મામાં પૂર્ણ પૂજયતા છે, પશુ તેનું પ્રગટીકરણ પૂજાની પૂજા દ્વારા થાય છે. પરમાત્મા અનુગ્રહના સાગર છે, પણ એની અભિવ્યક્તિ ભક્તિ દ્વારા થાય છે.
‘નમ્રુત્યુ!” (શક્રસ્તવ)માં આવતા “લેાગનાહાણું” પદ દ્વારા પણ પરમાત્મા અને સ'સારી જીવાની પરસ્પર ઉપગ્રાહક્તા વધુ સ્પષ્ટ થાય છે.
‘લલિત વિસ્તરા' ગ્રન્થમાં પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ ‘લાગનાહા” પદ્મની ટીકામાં ફરમાવે છે કે, લેાક એટલે ધર્મબીજાધાનાદિયાગ્ય જીવેા, અને ‘ નાથ ’ એટલે ચેગક્ષેમ કરનારા પરમાત્મા.
પરમાત્મામાં રહેલી આ નાથપણાની શક્તિની અભિવ્યક્તિ જેના યાગ અને ક્ષેમ થઈ શકે તેમ છે, એવા ચરમાવતમાં આવેલા જીવેા દ્વારા જ થાય છે અને ધમ બીજાશ્વાનાદિયાગ્ય ભવ્ય જીવાના ચાગ અને ક્ષેમ પણ પરમાત્માના અનુગ્રહના પ્રભાવે જ થાય છે.
અર્થાત્ અન્ય સહકારી કારણા કરતાં પણ પરમાત્માની કૃપાના પ્રભાવ અધિક છે. પરમાત્મામાં એટલે તેમની આજ્ઞામાં જેમ તારકતા રહેલી છે, મેાક્ષ પ્રાપ્તિની કારણતા રહેલી છે, એમ તેમની આજ્ઞાની ઉપેક્ષામાં અપેક્ષાએ મારકતા અને ભવવૃદ્ધિની કારણતા પણ રહેલી છે.
× આશારાયા વિરાવા આ શિવાય ૫ મવચ ા ।। (વીતરાગનેાત્ર)