________________
૬૪૧
ઉપયોગ ઉપગ્રહ પરમાત્માની લેકવ્યાપી ઉપકારકતા
શ્રી અરિહંત પરમાત્માના સદભૂત ગુણની સ્તુતિ કરતાં “નમુત્થણું' સૂત્રમાં પરમાત્માને “લોહિયાણું પદ દ્વારા સમગ્ર લેકના હિતકારી તરીકે બિરદાવવામાં આવ્યા છે.
લલિત વિસ્તરા' ગ્રન્થમાં ટીકાકાર મહર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું છે કે, લેક એટલે પંચાસ્તિકાયસ્વરૂપલોક, તેનું હિત કરનારા શ્રી અરિહંત પરમાત્મા છે.
માત્ર જીવાશિ ઉપર જ નહિ, પણ ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્ય ઉપર પણ શ્રી અરિહંત પરમાત્માને ઉપકાર છે, અને તે આ રીતે છે.
પરમાત્મા છવ અને અજીવ દ્રવ્યનું યથાર્થ દર્શન કરીને, તે દ્રવ્યોનું તે જ સ્વરૂપે યથાસ્થિત નિરૂપણ કરે છે. જેથી ભાવિમાં પણ કોઈ આ દ્રવ્યના સ્વરૂપમાં, વિકૃતિ કે વિપરીતતા ન કરી શકે એથી પરમાત્મા લેકના હિતસ્વરૂપ છે.
પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી એમને પદાર્થોનું યથાર્થ દર્શન અને યથાસ્થિત જ્ઞાન થાય છે. માટે જ તેમનું નિરૂપણ પણ યથાર્થ જ હોય છે.
જો દર્શન યથાર્થ ન હોય તે નિરૂપણ પણ અસત્ય થઈ જાય છે અને અસત્ય નિરૂપણથી લેકની તે દ્રવ્ય પ્રત્યેની સમજણ અને પ્રવૃત્તિ બ્રામક અને અનુચિત બની રહે છે. એથી ભાવિ અનેક અનર્થો ઉત્પન્ન થવાની શક્યતા ઊભી થાય છે.
પણ પરમાત્માનું દર્શન–જ્ઞાન યથાસ્થિત હેવાથી અને એમનું નિરૂપણ યથાર્થ હોવાથી લેકમાં રહેલા સર્વ દ્રવ્યનું સત્ય સ્વરૂપ જગતને જાણવા, સાંભળવા મળે છે. અને તે દ્રવ્યની સાથે તેના સ્વરૂપને અને તેની સાથેના જ્ઞબંધને અનુરૂપ ઉચિત વ્યવહાર કરવા સમ્યગ્દષ્ટિ વગેરે જેવો પ્રેરાય છે.
આ રીતે યથાર્થ દર્શન અને નિરૂપણ દ્વારા પરમાત્મા પંચાસ્તિકાયમય લેકના સદા-સર્વદા હિતકારી છે. અયથાર્થ દર્શનાદિથી સર્વનું અહિત
આ હકીકતથી આપણને પણ એ જ બેધપાઠ મળે છે કે કોઈ પણ વસ્તુનું યથાર્થ દશનાદિ કરવાથી હિતમાં અને અયથાર્થ દર્શનાદિ કરવાથી અહિતમાં નિમિત્તભૂત બનાય છે.
ભલે આપણને એવું વિશિષ્ટ દર્શન કે જ્ઞાન નથી, પણ સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્માના કહેલા આગમગ્ર કાયમ છે તેના નિર્દેશ અનુસાર જીવ અને અજીવ વગેરે દ્રવ્ય (ત )નું યથાર્થ સ્વરૂપ સમજી-શ્રદ્ધાન કરી, જો તદ્દનુરૂપ તેનું યથાર્થ દર્શન અને નિરૂપણ કરીએ તે આપણે પણ તે-તે દ્રવ્યોના હિતકારી બનવા દ્વારા સ્વહિત-સાધક આ. ૮૧