________________
આત્મ-ઉત્થાનને પાયા
૬૩૨
સ વાની પરસ્પર હિતાહિતમાં નિમિત્તતા
સજ્ઞ, સર્વાંદર્શી, પરમ કરુણાનિધિ પરમાત્માએ સસારને દુઃખમય અને પાપમય ક્યો છે. એમાં પણ નરક અને નિગેાદના જીવાની સ્થિતિ તા અત્યંત દુઃખમય અને પાપમય બતાવી છે.
આ નિગાદવાસી જીવાને એક શ્વાસેાચ્છવાસ જેટલા અલ્પ કાળમાં સત્તરથી અધિકવાર જન્મ-મરણુ કરવાં પડે છે. અને એક સાયના અગ્રભાવ જેટલા સૂક્ષ્મ ભાગમાં અનતા જીવાની સાથે વસવાની પીડા સહવી પડે છે,
જન્મ-મરણુની પરપરા અને સકડાશના ભયાનક દુઃખા નિગેાદના જીવાને સતત ભગવવાનાં હાય છે.
સ'સારી જીવાની સ્થિતિ આવી દુ:ખમય અને પાપમય છે, એવુ' શ્રુતજ્ઞાન દ્વારા જાણ્યા—સમજ્યા પછી કયા મધ્યસ્થ સજ્જન પુરુષના હૃદયમાં એ સ્વાતિ જીવા પ્રત્યે હમદર્દી ન પ્રગટે કે એમના દુઃખા પ્રત્યે સહાનુભૂતિ ન જાગે ?
જીવ-જીવ વચ્ચેનું સગપણ એક ભવ પૂરતું સીમિત નથી, પરંતુ સ`કાલીન છે, શાશ્વત છે એટલે જો એક ભવના સગાનું સગપણ પશુ મીઠું લાગતું હાય, તેના સુખે પાતે સુખ અનુભવતા હાથ-તેના દુઃખે પાતે દુઃખી થતા હાય, તે જીવત્વની તુલ્યતાના કારણે જેની સાથેના સંબંધ કાયમી છે, એ જીવનું દુ:ખ આપણને સ્પ`વુ' જોઈએ.
જેમ આપણા જીવને દુઃખ ઈષ્ટ નથી, એ કયારે દૂર થાય, એવી જ સતત અ`ખના આપણે સેવતા હોઇએ છીએ, એમ જે બીજા જીવા પણ દુઃખથી ઘેરાએલા છે, એમનાં “દુઃખ દૂર થાએ” અને “કોઈ જીવ પાપ ન કરા,” એવી શુભ ભાવના પણ સમ્યગ્દૃષ્ટિ જીવાના હૃદયમાં ઉત્પન્ન થાય છે.
જીવવની તુલ્યતાના કારણે બધા જીવા સમાન છે. સહુને સુખ જ ગમે છે. દુઃખ કોઈને પ્રિય નથી. માટે જેવી લાગણી આપણને પેાતાના જીવ પ્રત્યે થાય છે, તેવી જ લાગણી જગતના સવ જીવા પ્રત્યે પણ થવી જ જોઈએ.
પેાતાના જીવ પ્રત્યે રાગની અને ખીજા જીવા પ્રત્યે દ્વેષ કે ઉદાસીનતાની લાગણી રાખીએ તા એ નર્યું' એકપક્ષીય વલણુ ગણાય. જ્યાં-જ્યાં આવું વલણુ હાય છે, ત્યાં-ત્યાં સંસારનું ચલણુ હાય છે, જે જીવને દુઃખ અને પાપની ભયાનક ભીંસમાં જ રાખે છે,
જેમ આપણા કોઈ સ્નેહી-સંબંધી ઉપર ઉપાધિ કે આપત્તિ આવી પડે ત્યારે એની એ આપત્તિ દૂર થામા'ની ભાવના અને તનુરૂપ પ્રયત્ને આપણે તરત જ શરૂ