________________
૩૪
આત્મ-ઉત્થાનનો પાયો એ જ રીતે જીવની દુખમય અને પાપમય સ્થિતિ જાણ્યા-સમજ્યા પછી પણ જે એ જીવ પ્રતિ તેમનું “દુઃખ દૂર થાઓ.” અને તેઓ “પાપ ન કરે એવી શુભ ભાવના પણ ભાવવામાં ન આવે તે “ન નિષિદ્ધ અનુમત' એ ન્યાયે એ ખ અને પાપ આપણને માન્ય છે, એમ કહી શકાય. અને એથી–ઉપેક્ષારૂપ એ અનુમોદના દ્વારા એ બધા દુઃખ અને પાપના ભાગીદાર પણ આપણે બનીએ જ. સૂત્ર-પ્રમાણ
કરેમિ ભંતે સૂત્રમાં, “કરંત પિ અને ન સમણુ-જાણામિ' આ પદનું તાત્પર્ય પણ એ જ છે કે, પાપની અનુમતિને ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી જે કઈ છે પાપ કરી રહ્યા છે, તેની અનુમેહના ચાલુ જ રહે છે. અને તેથી એ પાપમાં આપણી પણ ભાગીદારી નોંધાય છે. અર્થાત્ એ નિમિત્તે કર્મબંધ થાય છે.
આથી સામાયિકની પૂર્ણ પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર સાધકે અન્ય જીવોના પાપાચરણની અનુમોદનાને પણ ત્યાગ કરે જરૂરી બની જાય છે.
અનુમેહનાના ત્યાગથી એ પાપ કર્મોને નિષ થાય છે, માટે એની અનુમતિથી બચી જવાય છે. અન્યથા “ન નિષિદ્ધ અનુમત” એ ન્યાયે (અનુમોદનાના ત્યાગ વિના) એ પાપ કાર્યોમાં અનુમતિ અને તજજન્ય પાપકર્મબંધ ચાલુ રહે છે. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રકાશે ધર્મ કરણ, કરાવણ અને અનુમોદનારૂપ છે. એટલે સ્વયં પાપાચાર ન સેવે તે સંપૂર્ણ ધર્માચારરૂપ નથી બની જતું પણ તેમાં કરાવણ અને અનુમોદના ભળતાં જ તે સંપૂર્ણ ધર્માચારરૂપ બની રહે છે.
એટલે સામાયિકની શુદ્ધિ માટે, “કોઈ જીવ દુખી ન થાઓ.” “કેઈ છવ પાપ ન કરે,” “સર્વ જે કર્મથી મુક્ત બનો' એ મંત્રીભાવ કેળવવો જરૂરી છે. એ સિવાય સામાયિકની શુદ્ધિ થવી શકય નથી.
દરેક ક્ષેત્રમાં કે કાળમાં ભાવની પ્રધાનતા હોય છે. ભાવ વિનાની કે ભાવના લય વિનાની પ્રત્યેક ક્રિયા માત્ર કાયષ્ટ બની રહે છે.
પ્રસંગ અને પાત્રને અનુરૂપ ભાવપૂર્વક કરેલી ક્રિયા અવશ્ય પિતાનું ફળ આપે છે એ ભાવ મૈત્રી, પ્રમેહ, કરૂણા અને માયસ્થ સ્વરૂપ છે. તે સિવાયને ભાવ અશુભ ભાવ હેવાથી તેનું સેવન સ્વ-પરને અહિતકારી નીવડે છે. ઉદાસીનતા અજ્ઞાનસૂચક છે
છવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય વચ્ચે પરસ્પર વધખ્ય હેવાથી ભેદ છે. પણ બધા જેમાં કેટલાક ધર્મો સમાન હવાથી અભેદ પણ છે, એમ શ્રી જિનાગ ફરમાવે છે.