________________
પુરૂષા વાદ
૨૩
છે. તેમ શ્રમ, સ`વેગ, નિવેદ, અનુક્રમ્મા અને આસ્તિકયાદિ લિંગા પણ જીવાના ભાવધને જણાવનાર છે. એ જાતિના મૈગ્યાદિભાવ અને પ્રશમાદિ લિંગગમ્ય જીવસ્વભાવરૂપ ભાવધમ ની પ્રાપ્તિ જીવને તા જ ઘટે કે જો જગતમાં જીવ હાય, ક્રમ હાય તથા જીવ અને કર્મોના સંબધ પણ હોય એ ત્રણમાંથી એકની પણ હયાતી ન હોય તે ભાવ ધર્મની હયાતી પણ ન હેાય. એ કારણે જીવ, ક્રમ અને એ એના સંચાગ તથા વિયાગનું સ્વરૂપ જૈનશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ચુ છે.
મેાક્ષ પુરુષા
વસ્તુ
શ્રી જૈનશાસને જગતમાં જે સાધનાના માર્ગદર્શાવ્યેા છે, તે અર્થ, કામ કે તેવી જ કોઈ પૌદ્ગલિક વસ્તુઓની સાધનાના નહીં, કિન્તુ જેમાં સવ પૌદ્ગલિક એની સાધનાના પરિત્યાગ છે, એવા આત્મિક સાધનાના માર્ગ દર્શાવ્યા છે. આત્મિક સાધના એટલે આત્મગુણ્ણાની સાધના અને આત્મગુણ્ણાની સપૂર્ણ` સાધના, સવ કમના ક્ષયથી નિષ્પન્ન થતા મેાક્ષ સિવાય શકય નથી. તેથી જૈન દશનની સાધનાનું પ્રધાન લક્ષ્ય મેાક્ષ યાને કરહિત અવસ્થા છે. ક રહિત અવસ્થામાં જે સુખ છે તે જ શાશ્વત, નિરાખાધ અને સ`પૂર્ણ છે, એ અવસ્થાનું બીજુ નામ સિદ્ધાવસ્થા છે.
આ સિદ્ધાવસ્થા કે મેાક્ષનુ સુખ શાશ્વત નિરાબાધ અને સપૂર્ણ છે, તેના મુખ્ય કારણુ નીચે મુજબ છે.
(૧) સિદ્ધાત્માએ સર્વથા રાગ-દ્વેષ અને માહરહિત હૈાય છે. જીવની એ ત્રણે પ્રકૃતિએ પરમ સ ફ્લેશ સ્વરૂપ છે. તે માટે કહ્યું છે કે રાગથી અભિષ્નગ પેદા થાય છે, દ્વેષથી અપ્રીતિ ઉત્પન્ન થાય છે અને માહથી કાર્યાકાર્યના વિવેક નાશ પામે છે, અજ્ઞાન વધે છે. અભિષ્ણ'ગ, અપ્રીતિ અને અજ્ઞાન એ ત્રણ ચિત્તના અતિ સક્લિષ્ટ અધ્યવસાયા છે, સક્લિષ્ટ ક્રમના કારણભૂત છે અને પર પરાએ સફ્લેશને વધારનારા છે. રાગાદિ સ`ક્લિષ્ટ અધ્યવસાયાથી અભિભૂત થયેલા આત્માએને આ સ'સારમાં એક ક્ષણવાર પણ સુખ હોતું નથી. એ દુષ્ટ અધ્યવસાયાને પરાધીન એવા આત્માએ આ સંસાર સાગરમાં, નવાં નવાં ક્લિષ્ટ કર્મોનું ઉપાર્જન કરીને જન્મ મરણનાં અપાર દુ:ખાને અનુભવે છે. રાગાદિના અભાવે જીવને જે સકલેશ રહિત સુખ થાય છે તે જ સાચુ' સુખ છે. એ સુખને રાગાદિ રહિત આત્માએ જ જાણી શકે છે. સન્નિપાતથી ગ્રહીત આત્મા સન્નિપાતના અભાવમાં થનારા સુખને જેમ જાણી શક્તા નથી, તેમ રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ દોષોથી પરતંત્ર એવા આત્મા પણુ, એ ત્રણ દોષથી રહિત અવસ્થામાં થનારા સુખને જાણી શકતા નથી.
(૨) સિદ્ધના જીવાને જન્માદિના અભાવ છે. તેથી તેમનું સુખ અવ્યાબાધ છે. ખીજ ખળી ગયા પછી જેમ અંકુરા પ્રગટ થતા નથી, તેમ સિદ્ધના જીવાને કર્માંરૂપી