________________
ક૨૮
આત્મ-ઉત્થાનને પાયો આગમ ગ્રન્થમાં છ દ્રવ્યનાં કાર્ય લક્ષણે બતાવતાં જણાવ્યું છે કે જીવને (અને પુદગલને) ગતિ અને સ્થિતિમાં નિમિત્ત બનવું એ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્મસ્તિકાયનું કાર્ય છે. એટલે કે જીવને ગતિસ્થિતિ કરવામાં આ બંને દ્રવ્ય ઉપકાર ( સહાય) કરે છે.
હકીકતમાં ગતિ-સ્થિતિનું ઉપાદાન કારણ જીવ પોતે જ છે. પણ કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા રહેતી જ હોય છે. નિમિત્ત કારણ વિના ઉપાદાન કારણ અવયં સક્રિય બની શકતું નથી એથી જ જીવદ્રવ્યની ગતિસ્થિતિમાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય નિમિત્ત કારણરૂપે ઉપકારક (સહાયક) બને છે.
એ જ રીતે પિતાના હિતાહિતમાં–અનુગ્રહ ઉપઘાતમાં જીવ પોતે જ ઉપાદાન કારણ છે, પણ એની ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા જરૂરી બની રહે છે. અને એથી એ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે જીવનું હિતાહિત થવામાં નિમિત્ત કારણરૂપે સર્વ જીવન ફાળો રહેલો છે. અને એ ફાળે કઈ રીતે છે, તે આગળ વિચારીશું. ભાવની પ્રધાનતા
સર્વ જી સાથે જીવત્વને શાશ્વત સંબંધ અને તેના કારણે હિતાહિતમાં પરસ્પર નિમિત્ત કારણુતા છે, એ વાત સ્પષ્ટ થયા પછી એ નિમિત્ત કારણતા કઈ રીતે ઘટી શકે છે, તે વિચારવાનું છે.
વાણી અને કાયાનું કાર્યક્ષેત્ર ખૂબ જ મર્યાદિત છે. એટલે એના દ્વારા સર્વ જીવો, સર્વ કાળે પરસ્પર હિતાહિતી નિમિત્ત ન બની શકે એ હકીકત છે. પણ મન (દ્રવ્ય મન અને ભાવ મન) દ્વારા એટલે કે વિચાર–ભાવના દ્વારા તે સર્વ જીના હિતાહિતમાં પરસ્પર નિમિત્ત બનવું શક્ય છે. કારણ કે વિચાર દ્વારા મન આખા વિશ્વમાં વિચરી શકે છે, જે તન તેમજ વચન દ્વારા શકય નથી.
જે જીવને મન નથી, એવા એકેન્દ્રિય, વિલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય છે પણ સચેતન હોવાથી એમને સતત કર્મબંધ ચાલુ હોય છે, એમાં કારણભૂત આવે છે-મિથ્યાત્વ, અવિરતિ આદિ...
સર્વનું હિત ચિતવનારા ઉપકારી આમાઓ પ્રત્યેની સતત ઉદાસીનતારિરૂપ કે આત્મ અશ્રદ્ધાનરૂપ અનાગ મિથ્યાત્વ એ જેને હોય જ છે. એથી તેઓમાં પણ ઉપગ્રાહકતા ઘટી શકે છે.
સિદ્ધાત્માઓ પણ કર્મ અને મનથી રહિત છે. છતાં એમનામાં છવરાશિ પ્રત્યે ક્ષાયિક ભાવની કરૂણા રહેલી છે અને ભાવ-કરૂણ જગજંતુઓના આત્મહિતમાં પુષ્ટ કારણરૂપે નિમિત્તભૂત બને જ છે.