________________
૬૨૪
આત્મ-હત્યાનને પાયે બીજ બળી જવાથી જન્મરૂપી અંકુરે પ્રગટ થતું નથી. જ્યાં જન્મ નથી ત્યાં જરાવૃદ્ધાવસ્થા નથી, જ્યાં જરા-વૃદ્ધાવસ્થા નથી ત્યાં મરણ નથી અને જ્યાં મરણ નથી ત્યાં ભય નથી.
(૩) સિદ્ધોનું સુખ અવ્યાબાધ છે, તેનું ત્રીજું કારણ સિદ્ધના જીવને સદાકાળ ઓસુકાની નિવૃત્તિ છે. સંસારના સુખને અનુભવ પણ જીવને ભુક્ય કે અભિલાષની નિવૃત્તિથી જ થાય છે. પરંતુ ઈદ્રિય વિષયના ભાગ પર્ય તે થનારી ઓસુકા નિવૃત્તિ સ્વલ્પ કાલ માત્ર રહેવાવાળી છે. એટલું જ નહિ પણ એક નિવૃત્ત અન્ય વિષયની અભિલાષા અને ઉત્સુકતા ઉભી કરીને જ જાય છે, અને તે ઉસુકતાની પરંપરાઓ જયાં સુધી નિવૃત્ત થતી નથી ત્યાં સુધી દુઃખ કાયમ રહે છે.
સિદ્ધના અને ઉત્સુકતાની નિવૃત્તિ સાવકાલિકી હોય છે. સર્વ કાલ માટે સર્વ અભિલાષાની નિવૃત્તિ એ જ સિદ્ધપણું છે, તેથી તેમનું સુખ સર્વ સંસારી જીના સર્વ સુખે કરતાં પણ અનતગણું અધિક બને છે. સિદ્ધોનું અનંત સુખ આ રીતે અનુભવ, યુક્તિ અને આગમ આદિ સર્વ પ્રમાણેથી સિદ્ધ છે પરંતુ ત્રણે ભુવનમાં તે સુખની કોઈ જોડી નહીં હોવાથી તેનું યથાર્થ કથન કોઈપણ ઉપમા વડે થઈ શકતું નથી. સર્વર ભગવાને પણ વાણી દ્વારા એ સુખનું યથાસ્થિત કથન કરી શકતા નથી. પણ તેટલા માત્રથી તે સુખને આ જગતમાં અભાવ છે, એમ કહેવુ તે મિથ્યા છે.
જે સર્વ જીવોને અનુભવગમ્ય એવું સંસારિક સુખ પણ અન્યની આગળ કથન કરી શકાતું નથી, તે પછી સિદ્ધાત્માઓનું પક્ષ આત્મિક સુખ વાણીના વિષયમાં ન ઉતરે, એમાં આશ્ચર્ય જ શું છે?
અંધ પુરુષ જેમ ઘટરૂપને ન જાણે તેમ બ્રા (મેક્ષ) જે સ્વયંસંવેદ્ય છે, તેને અબ્રા (મક્ષ નહિ પામેલા આત્માએ) કદી પણ ન જાણી શકે.
સિદ્ધના સુખને સિદ્ધો જ જાણે છે કારણ કે તેને અનુભવ તેમને જ છે. કહ્યું છે કે –
“જાણે પણ ન કહી શકે પુરગુણ, પ્રાકૃત તિમ ગુણ જાસ; ઉપમા વિણ નાણી ભવ માંહી, તે સિદ્ધ દીઓ ઉલ્લાસ.”
–ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ