________________
૬૧૮
આભ-ઉત્થાનને પાયે આમ રોજ બળતામાં તેલ માયા જ કરે છે અને પ્રમાણમાં અલ્પ આયુષ્ય ભોગવી માણસ જે કાર્ય કરવા જગતમાં જન્મેલું હતું, તે ભૂલી ભળતું જ કાર્ય કરી મરણને શરણ થાય છે. સાચી દિશામાં તેનું ગમન થતું નથી. ઘાંચીના બળદની જેમ સેંકડે માઈલ ચાલવા છતાં, જ્યાંને ત્યાં જ રહે છે.
રામમય બનવાની ટેવ માણસ પાડે તે રામ જેવું બની શકે છે. આ કાંઈ તાત્કાલિક બની શકે તેવી ચીજ નથી. તે માટે ક્રમે-કમે માણસે ગુસ્સ, લેભ, લાલચ, કામવૃત્તિ અને હું પદવાળા ભાવ ઘટાડવા જોઈએ.
આમ થતાં શક્તિને દુર્વ્યય થતું અટકશે અને માણસનું મન સમાધાનવાળી સ્થિતિ પ્રાપ્ત કરીને આત્માને આનંદ માણતું થઈ જશે.
પુરૂષાર્થવાદ ચાર પુરૂષાર્થનું તાત્વિક વિવેચન
પુરુષાર્થ એટલે પુરુષની ઈરછા અને પ્રયત્નને વિષય. જેને મેળવવા માટે મનુષ્ય ઈરછા અને પ્રયત્ન કરે છે, તે પુરુષાર્થ કહેવાય છે. તેના ચાર પ્રકાર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
પુરુષના સર્વ પ્રયત્નનું સાધ્ય માત્ર સુખ જ છે. તેથી સુખ એ જ મુખ્ય પુરુષાર્થપુરુષ પ્રયોજન છે. પરંતુ સુખની કલ્પના જીવની બે પ્રકારે હેય છે. એક બાહ્ય અને બીજી અત્યંતર. બાહ્ય સુખ અને તેનાં સાધને માટે પ્રયત્ન એ અનુક્રમે કામ અને અર્થ માટે પુરુષાર્થ છે. અત્યંતર સુખ અને તેના સાધનો માટે પ્રયત્ન, એ અનુક્રમે મેક્ષ અને ધર્મ પુરુષાર્થ કહેવાય છે.
અર્થ અને કામ એ બે પુરૂષાર્થો, પુરૂષના પ્રયત્નથી સાપ્ય હોવા છતાં એ માટેનો પ્રયત્ન પરિણામે આત્માને હાનિકારક હેવાથી તેને શ્રી જૈનશાસને આદર આપ્યો નથી અર્થ અને કામ એ બે પુરૂષાર્થોને મનુષ્ય જીવનમાં આદર કે ઉત્તેજન નહિ આપવાનું બીજું કારણ એ પણ છે કે એ પુરૂષાર્થ પ્રત્યે જીવને પ્રેમ અનાદિકાળથી લાગી રહેલા છે. અને એ બે અસદુ વસ્તુઓના નૈસર્ગિક અનુરાગથી જ જીવ અનેક પ્રકારની નિરર્થક તકલીફ પ્રત્યેક સ્થાને ભેગવી રહ્યા હોય છે. એમાંથી બચવા માટે અને એ અગ્ય વસ્તુઓના રાગમાંથી છૂટવા માટે અવસર છવને મનુષ્યભવ આદિ ઉત્તમ ભોમાં જ મળે છે. અન્ય ભવમાં સારાસાર, યુક્તાયુક્ત અને કાર્યાકાર્યનો વિવેક કરવાની તે શક્તિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, કે જે મનુષ્ય ભવમાં પ્રાપ્ત થાય છે, અને એ વિવેક