________________
ભાષાવિશુદ્ધિ
૧૫
સચેતનના મુખમાંથી નીકળેલું સીધુ વચન તે અસર નિપજાવનારુ થાય જ છે. પરંતુ અચેતન ચિત્રપટો, ફ્રાનોગ્રાફી કે રેઢિયામાંથી સંભળાતા શબ્દોની પણ ચમત્કારિક અસર આજના માનવીના જીવન ઉપર પ્રત્યક્ષ અનુભવાય છે.
વચનશક્તિના પ્રભાવ એક અપેક્ષાએ જ્ઞાનશક્તિથી પણ વધી જાય છે. વચનના મનન વિના જ્ઞાન પણ કાંઇ કરી શકતું નથી. જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ વચનની જરૂર પડે છે.
એક આત્મામાં રહેલુ જ્ઞાન, ખીજ્ર આત્મા સુધી પહેોંચાડવા માટે, જ્ઞાનના વાહન તરીકેનું કાર્ય કરનાર વચન સિવાય બીજી કઈ ચીજ છે? તાત્પર્ય કે જ્ઞાનને પ્રાપ્ત કરાવનાર, સંસ્કારિત બનાવનાર તથા સર્વત્ર ફેલાવનાર વચનશક્તિ જ છે,
વચનશક્તિ બે ધારી તલવાર જેવી છે. જો તેના ઉપયાગ વિવેકપૂર્વક થાય ત સ્વ-પર શ્રેયસ્કર નીવડે અને જે તેને ઉપયાગ વિવેકરહિતપણે થાય તા તે જ શક્તિ સ્વ-પર ઘાતક નીવડે.
એ જ કારણે કેટલાક અનુભવીએને કહેવુ. પડયું છે કે
Give your ears to all, tongue to none.' (Shakespeare) (કાન બધાને આપે।, પણ જીભ કેાઈને ન આપે.)
જીભ ઉપર અંકુશ
કુદરતે પણ જીભ ઉપર અધિક સયમ રાખવાની ચેાજના કરેલી છે. કાન, આંખ એ-મે છે અને જીભ એક જ છે. છતાં બે કાન અને બે આંખાને કામ એક જ સોંપાયેલું છે. જ્યારે એક જીભને કામ બે સાંપેલાં છે, એક ખેલવાનું અને ખીજું ખાવાનું, આ એ કામ કરનાર એક જીભ અને એક જ કામ કરનાર બે કાન અને બે આંખની રચના જ જીભ ઉપર અધિક સૉંયમ રાખવાનું' માણસને શીખવે છે. તેમ છતાં માણસ એ કાન વડે જેટલું સાંભળે છે અને એ આંખ વડે જેટલુ જુએ છે, તેના કરતાં ખેલે છે વિશેષ. વેન્દ્રિય ઉપરના આ અસયમ મનુષ્ય જાતને વધારેમાં વધારે અપકાર કરનાર નિવડે છે. જ્યાં-ત્યાં કજિયાએ અને હૃદયને સંતાપ, અપ્રીતિની વૃદ્ધિ અને પ્રીતિના વિનાશ, વૈરવૃદ્ધિ અને વિરાધના દાવાનળ વગેરે દેખાય છે, એ માટે ભાગે વાણીના દુરુપયોગનાં જ કટુફળ હોય છે.
જો મનુષ્ય ખાલવાનું એવું કરી નાખે, જેટલું સાંભળે તેમજ જુએ છે, તે બધું હૃદયમાં રાખતાં શીખે, જરૂર પડે ત્યારે પણ વિચારીને જ કોઇને પણ નુકસાન ન થાય તેની કાળજીપૂર્વક બાલે, તા ઘણી આપત્તિઓના અંત આપે।આપ આવી જાય અને એ