________________
૬૧૪
આત્મ-ઉત્થાનનેા પાયે
ભાષાવિશુદ્ધિ
સુખમય અને સફળ જીવન જીવવા માટે જેમ મનશુદ્ધિ, અન્તશુદ્ધિ, ધનશુદ્ધિ, વઅશુદ્ધિ, શરીરશુદ્ધિ વગેરેની જરૂર છે, તેમ વચનશુદ્ધિની પણ જરૂર છે. જીવનવ્યવહાર માટે ઉપચાગમાં આવતા ધન, અન્ન અને વાદિ ખાદ્ય પદાર્થ છે, તેમ વિવેક, વિચાર અને વચનાદિ અંતરગ પદાર્થો પણ છે.
ધનાદિ ખાદ્ય પદાર્થો વિના જેમ એક દિવસ પણ ચાલતું નથી, તેમ વચનાદિ અભ્યંતર પદાર્થો વિના એક ક્ષણ પણ ચાલી શકતું નથી. તેથી જ કવિએએ ગાયું છે કે
જ
क्षीयन्ते खलु भूषणानि सततं, वागभूषणं भूषणम् ।
ખીજા' આભૂષણા ખરેખર ક્ષીણ થઈ જાય છે, જ્યારે વાણીરૂપી આભૂષણ માણસને સતત શાભાવે છે.
અગ્રેજ કવિ રેલેએ પણ કહ્યું છે કે
The tongue is the instrument of the greatest good and the greatest evil that is done in the world.
દુનિયામાં વધારેમાં વધારે ભતું કે વધારેમાં વધારે ભૂંડુ કરવાનું સાધન જીભ છે. દુનિયાનું ભલું કે ભૂંડું' કરવાનુ` સૌથી અધિક સામર્થ્ય વાણીમાં છે, એના કાનાથી ઈન્કાર થઈ શકે તેમ છે ?
વિશ્વોપકારી શ્રી જિનેશ્વરદેવ સત્ય-તરવાના ઉપદેશ કરી; વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે, તે તેમના વચનાતિશયના જ પુણ્ય-પ્રતાપ છે.
શરીરથી તનતાડ મજૂરી કરનાર મજૂર, જે કમાણી જીવનભર મજૂરી કરીને નથી કરી શકતા, તે કમાણી વચનશક્તિ ધરાવતા એક કુશળ વક્તા કે વકીલ એક કલાકમાં પણ કરી લે છે.
વચનવગણા
વચનશ્રવણથી માણસ ધમી બને છે અને વચનશ્રવણથી જ માણુસ અધર્મી બને છે. માણસના અંતરમાં રહેલી સારી કે નરસી વૃત્તિઓને જાગ્રત કરીને બહાર લાવવાનું સામર્થ્ય જેટલું વચનવગામાં રહેલુ` છે, તેટલું પ્રાયઃ ખીજ કશામાં દેખાતુ નથી.
આજની કેળવણીમાં અક્ષરજ્ઞાનને જે પ્રાધાન્ય આપવામાં આવે છે, ચાસ્ત્રમાં કેવળજ્ઞાન આદિ પાંચ જ્ઞાનેામાં, શ્રુતજ્ઞાનને જે મુખ્ય પદ્મ આપવામાં આવ્યું છે, તેની પાછળ એક યા બીજી રીતે વચન-સામર્થ્યના જ સ્વીકાર રહેવા છે.