________________
૫૯૬
આત્મ-ઉત્થાનને પામે સંવેદનશીલતા ૨હિત યંત્રવાદના સામ્રાજ્યમાં પણ જેએ ગુંગળામણ નથી અનુભવતા, તેઓની આજ અને આવતીકાલ બંને દયાજનક છે. માટે હૃદયને “દયાસદન' બનાવવાની જરૂર છે, તેના સિવાય માનવ સભ્યતા મુરઝાઈ જશે. જીવતે મને માણસ, યાત્રિક બની જશે.
સત્સંગનો મહિમા મમતા અને સમતા બંનેના મૂળમાં પ્રેમતવ રહેલું છે. પ્રેમ જ્યારે સંકીર્ણ હોય ત્યારે મમતા કહેવાય છે અને તે જ્યારે નિબંધપણે વિકસે ત્યારે સમતા કહેવાય છે. મમતા પોતે સંકુચિત મટી વ્યાપક બને, ત્યારે સમતારૂપે ઓળખાય છે.
આ સમતા તે ધર્મ માત્રનું સાધ્ય છે. શાશ્વત જીવનની ઉપાદેયતા એ આર્ય સંસ્કૃતિનું ધ્યેય છે.
કાત્સર્ગ એ કાયમુક્તિરૂપ વિરતિને જ એક પ્રકાર છે. “ઉવસમસાર અહીં ઉપશમનો અર્થ મૈત્રી છે. સાધુપણાને સાર મૈત્રી છે.
ઇન્દ્રિયે દેહની દાસી છે. મન આત્માનો કિંકર છે. તેથી ઈન્દ્રિયોનું સુખ અલ્પ છે. મનનું સુખ અન૫ છે. સર્વ જીવરાશિ ઉપર મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માધ્યચ્ય ભાવરૂપી સમભાવ તે ભાવ અહિંસા છે.
સમભાવથી સર્વ પુદ્ગલ રાશિ ઉપર જે વિક્તભાવ પ્રગટે છે, તે ભાવ સંયમ છે. સર્વ પ્રતિકૂળ ભા ઉપર સહનશીલતા ભાવ પ્રગટે તે તપ છે.
તપથી નિર્જરા, સંયમથી સંવર અને અહિંસાથી શુભાસવ, સંવર અને નિર્જશ ત્રણે ફળ મળે છે.
મનને નમાવવું તે ભાવ નમસ્કાર છે, શરીરને નમાવવું તે દ્રવ્ય નમસ્કાર છે દ્રવ્ય, એ ભાવનું કારણ છે. અને ભાવ એ દ્રવ્યનું સાર્થકય છે.
એક મનના માણસો જેમ વધારે એકત્રિત થાય છે, તેમ તેને પ્રભાવ વધે છે, એનું જ નામ સત્સંગનો મહિમા ગણાય છે.
સત્સંગ મુખ્યત્વે સત્સંગ વાચી છે. સત-સંગ એટલે સત પદાર્થના સંગમાં રાચવું તે, અન્ય પદાર્થોના સંગથી ત્રિવિધે છૂટી જવું તે. મનમાં આત્મસત્તાની પ્રતિષ્ઠા કરવાને અદ્દભુત યોગ સત્સંગના પ્રભાવે થાય છે.
પણ ખ્યાલ એ રહેવો જોઈએ કે સત્સંગના નામે સત્ વિરોધી કઈ સ્કૂલ યા સહમ પદાર્થોના સંગમાં તે જકડાઈ નથી રહ્યાં ને ?