________________
વ્યતા અને ક્ષુદ્રતા
દરેક વ્યક્તિમાં જડતા અને ચૈતન્ય અને વસેલાં છે. જડતા તેને અધાતિ તરફ ખેચે છે. ચૈતન્ય તેને ઉર્ધ્વગામી બનાવવા કોશિષ કરે છે. વ્યક્તિ માત્રના જીવનને આ નિર'તરની ખે`ચતાણુ અનુભવવી પડે છે. જડતા જે કે ટાળી ટળી શકતી નથી. છતાં તેને ચૈતન્યને આધીન કરવી હાય તો તેમ કરી શકાય છે. આ હકીકતમાં મનુષ્યના ઉદ્ધારના બીજ રહેલાં છે.
પડવુ' સાહજીક છે એ વાત માની લઈએ તે પણ ચઢવુ' એ સાવ અસ્વાભાવિક નથી, એમ પણ માનવુ પડશે. જડતાનેા બેજો 'ચકીને પણ ચૈતન્ય-૫'ખેરૂ ગગન ભણી ઉડવા પાંખ ફફડાવ્યા કરે છે અને તે ઊડવામાં એક દિવસે જડતાને ખંખેરીને સફળ થશે, એવી શ્રદ્ધા શખવી અસ્થાને નથી.
તત્ત્વદૃષ્ટિએ વિચાર કરતાં મનુષ્યમાં સૂક્ષ્મરૂપે દિવ્યતા રહેલી છે અને તે તેના સ્થૂલજીવનમાં પ્રગટ થવા મથામણ કર્યા જ કરે છે. આટલું સમજમાં આવ્યા પછી કોઈપણ વ્યક્તિના તિરસ્કાર કરવાનું અંતરથી મન થતું નથી. મનુષ્ય સ્વભાવની આ ઉર્ધ્વ ગામિતા પર વિશ્વાસ મૂકયા પછી કાઈ પણ વ્યક્તિને અનાદરથી જોવાની ટેવ છૂટી જાય છે. અને આદરથી જોવાની ટેવ પડે છે પછી તે અજ્ઞાનીઓને હસતા નથી કે દુષ્ટા પ્રત્યે ઘણા દર્શાવતા નથી. બાળકની દુબ ળતાની તે હાંસી કરતા નથી કે સ્ત્રીઓને અખલા ગણીને તુચ્છકારતા પણ નથી. તે જાણે છે કે દુષ્ટતા, દુખ`ળતા કે અજ્ઞાનતા એ તા ચૈતન્યની આજુબાજુ વીટળાયેલી અશુદ્ધિએ માત્ર છે. સાનાની કાચી ધાતુમાં મિશ્રિત થયેલાં ખડક મટાડી કે અન્ય ધાતુઓને જોઈને કાઈ સાનાને ફેંકી દેતુ' નથી. તા પછી અદ્દભુત શકયતાઆથી ભરેલા વ્યક્તિત્વવાળા માનવને શી રીતે તિરસ્કારી શકાય વ્યક્તિમાં રહેલી સુવણુ` સમી દિવ્યતા પર તેા પ્રેમ જ પ્રગટાવી શકાય-નીચમાં નીચ ગણાતા મનુષ્યા પણ શ્રેષ્ઠતાના અધિકારી બન્યાના અગણિત દાખલા છે-તે બતાવી આપે છે કે મનુષ્યમાં રહેલી દિવ્યતા એ સત્ય છે કિન્તુ ભ્રમણા નથી. નીચમાં નીચ વ્યક્તિના પણ અનાદર નહિ કરતાં શક્ય હોય તેા તેનામાં રહેલી દિવ્યતાને પ્રગટ કરવામાં સહાય રૂપ બનવુ' –એ જ પરમ ધર્મ છે. જે દુષ્ટતાથી કંટાળી સુવણ જેવી દિવ્યતા ફૈ'કી દેવા પ્રયાસ કરે છે, તેમને મનુષ્યમાં રહેલી અંતિમ સારરૂપતા ઉપર હજુ વિશ્વાસ ઉત્પન્ન થયા નથી. મહાન પુરુષને એ વિશ્વાસ હતા. તેથી તેઓએ કોઈના તિરસ્કાર કર્યાં નથી. સવ પ્રત્યે સમભાવ પ્રેમ અને અહિંસા પ્રમાયાં છે.
卐
પેાતાના આત્મ-સ્વરુપના અનુભવ કરવા માટે શ્રીઅહિ તાને નમસ્કાર અનિવાર્ય છે. શાસ્ત્રો સ્વ-રૂપ તરફ આંગળી ચીંધે છે. મંત્ર સાથે રહીને સ્વ–રૂપના અનુભવ કરાવે છે. શાસ્ત્ર એ માગ દશ ક છે. મન્ત્ર એ સાથી છે. સ્વ–રૂપ એ પહેાંચવાનું સ્થાન છે.